પાડોશી બન્યો રાક્ષસ,આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ

0
296

વિસાવદર,
તા.૨૫/૦૩/૨૦૧૮

માણસ જયારે વાસનામાં અંધ બની જાય છે, ત્યારે પશુને શરમાવે તેવી હરકત કરી બેસે છે. આવા જ એક નરાધમે આઠ વર્ષની બાળકી ઉપર હેવાનિયત આચરી માનવતાને શરમશાર કરી દીધી. ઘર પાસે રમતી એક કુમળી બાળકીને તેના પાડોશીએ ગોળો ખવડાવવાની લાલચ આપી ઘરમાં લઇ જઇ અધમતાની હદ વટાવી દીધી.

વિસાવદરના જેતલવડ ગામે ગઇકાલે સાંજે એક પરિવારની ધોરણ-૩માં ભણતી બાળકી શાળાએથી પરત ફરી હતી. તેના બાદ તે તેના ઘર પાસે રમતી હતી. ત્યારે બાળકીના ઘરથી ચોથુ ઘર ધરાવતો પાડોશી પરબત દુદા મેર તેને ગોળો આપવાની લાલચ આપી બાળકીને પોતાના ધરમાં લઇ ગયો હતો અને અધમ કૃત્ય આચયુઁ હતુ. જેને કારણે બાળકીને પાછળના ભાગે ઈજાઓ થઈ હતી.

બાળકીને પુઠના ભાગે દુખાવો થતા તેણીએ માતાને સઘળી વાત કરી હતી. જેને કારણે સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. નરાધમ પાડોશીએ જ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના કરતા માતાપિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તેઓ બાળકીને લઈને હોસ્પિટલ દોડ્યા હતા.

આરોપી પરબત દુદા મેર નામનો શખ્સ છેલ્લા ત્રીસેક વર્ષથી જેતલવડ ગામમાં ભાડાના મકાનમાં રહી હીરા ઘસવાનું તથા જમીનની દલાલી કરતો હતો. તેની પત્નિ હાલમાં નથી અને તેને એક પુત્રી છે અને પાડોશમાં જ રહે છે. આ બનાવથી સમગ્ર પંથકમાં આરોપી પરબત પર ફીટકારની લાગણી વરસી રહી છે. આરોપી મુળ કુતીયાણા તાલુકાનાં ફેગરસ ગામનો વતની છે અને વર્ષોથી જેતલવડમાં રહે છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY