IFS ઓફિસરો પર ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેના સાગરિતો દ્વારા હુમલો

0
317

ગોંડલ,
તા.૨૫/૦૩/૨૦૧૮

ઇન્ડિયા ફોરેસ્ટ સર્વિસ દહેરાદૂનના ૪૭ પ્રોબેશ્નર ફોરેસ્ટ અધિકારીઓ ભારત દર્શને નીકળ્યા હતા

ગોંડલના રિબડામાં ફોરેસ્ટની લકઝરી બસ ડીઝલ પુરાવા ઊભી રાખી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના ત્રણ સાગરીતોએ ચાર ફોરેસ્ટ અધિકારીઓ પર કાર ચડાવી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે ૧૦ વાગ્યે બનેલી ઘટનાને ભેદી રીતે દબાવી દેવાના જિલ્લા પોલીસે પ્રયાસો કર્યા હતા. પરંતુ લોકોએ આકરી ટીકા કરતા અંતે જિલ્લા પોલીસવડા અંતરીપસુદે રાત્રિના ૧૨ વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી હતી અને ખુલાસા કર્યા હતા કે, પોલીસે યોગ્ય કાર્યવાહી જ કરી છે આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં અધિકારીઓને લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયા ફોરેસ્ટ સર્વિસ દહેરાદૂનના ૪૭ પ્રોબેશ્નર ફોરેસ્ટ અધિકારીઓ ભારત દર્શને નીકળ્યા હતા. ફોરેસ્ટની લક્ઝરી બસમાં સાસણ ફર્યા બાદ શનિવારે સવારે બસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા અને રિબડા પહોંચ્યા હતા ત્યારે બસમાં ડીઝલ પુરાવા માટે રિબડામાં પેટ્રોલપંપે બસ ઉભી રાખી હતી. બસમાં ડીઝલ ભરાવવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલાક અધિકારીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. પ્રોબેશનર ઓફિસર વિપીનકુમારસિંગ સુરેશકુમારસિંગ કુસ્વા પેટ્રોલ પંપ નજીક આવેલા મકાન પાસે જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતા ત્યારે તેની સાથેના એક અધિકારી સીગારેટની મોજ માણવા ઉભા રહ્યા હતા ત્યારે બંડી અને લૂંગી ધારી એક શખ્સ તેની પાસે ધસી આવ્યો હતો અને વિપીનકુમાર સાથે ઝઘડો કરી ફડાકા ઝીંકી દીધા હતા. વિપીનકુમારને બચાવવા તેના સાથી અધિકારીઓ સુનિલકુમાર કરમસીંગ થાલોર, રાહુલકુમાર વાલ્મીકીસીંગ અને પંકજકુમાર દિનેશચંદ્ર ગેગા વચ્ચે પડતાં બીજા બે શખ્સો પણ ત્યાં ધસી ગયા હતા અને ત્રણેયે મળી ચારેય અધિકારીઓ પર લાકડીથી હુમલો કર્યો હતો.

હુમલાખોર પૈકી એક શખ્સ જીજે૧૧-૧૭૭૧ નંબરની સ્કોર્પીયો લઇ ફોરેસ્ટ અધિકારીઓ પર ધસી ગયો હતો અને ચારેય અધિકારીઓને કારની ઠોકરે ચડાવી કચડવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ચારેય અધિકારીઓ શાપરમાં હોસ્પટલના બિછાને પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ હોસ્પટલે પહોંચી હતી અને વિપીનકુમાર કુસ્વાની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૮, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY