કલ્લામાં સમુહ લગ્નમાં ૮૦ નવયુગલોએ નિકાહ પઢી સંસારીક જીવનનો પ્રારંભ કર્યો

0
99

કલ્લા,
વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કલ્લા ગામે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે ૯ મો સમુહ શાદી સમારોહ યોજાઈ ગયો,જેમાં ૮૦ નવયુગલોએ નિકાહની રસમ અદા કરી સંસારીક જીવનનો પ્રારંભ કરતા સૈયદી સરકાર મુસ્તાકઅલી બાવાસાહેબએ નવદંપતીઓને સુખી લગ્ન જીવન માટે દુવાઓથી નવાઝયા હતા.
તીલાવતે કુરઆનથી સમુહ સાદી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ ટ્રસ્ટનાં સેક્રેટરી બસીર વલી પટેલએ સ્વાગત પ્રવચન કરી ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન કરાયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ રજુ કર્યો હતો,ત્યારબાદ સમુહ શાદીમાં નિકાહ પઢી સંસારીક જીવનનો પ્રારંભ કરનાર ૮૦ દુલ્હનોને ધરવખરી માટેની ચીજ વસ્તુઓ,પલંગ,કપડા,ફ્રીજ,તીજારી સહીત ૧૩૩ ચીજ વસ્તુઓની ભેટસોગાદ આપનાર મુખ્ય દાતા મુંબઈનાં અંધેરી સબરબન હાલાઈ મેમણ જમાતનાં પ્રમુખ હાજી હારૂનભાઈ ચુનાવાલા અને તેમનાં પુત્ર ખાલીદ ચુનાવાલાનું સૈયદી સરકાર મુસ્તાકઅલી બાવાસાહેબનાં હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે અતિથીવિશેષપદે ઉપÂસ્થત વડોદરા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ મુબારક પટેલએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સમાજમાં વ્યાપેલા કુરિવાજાનાં કારણે લગ્ન સહીતનાં પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે,અને જેનાં કારણે પરીવાર દેવાદાર બને છે,અને જેનાં કારણે બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાતો નથી,ત્યારે સાદગી ભર્યા લગ્ન કરી ખર્ચ ઓછો કરી બચત કરેલા નાણા સંતાનોનાં શિક્ષણ પાછળ ઉપયોગ કરવામાં આવે તો પરિવાર શિક્ષિત બનશે.અને તેની સાથે સમાજ પણ શિક્ષિત બનશે તો પરિવાર અને સમાજનો વિકાસ થશે.
આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી સૈયદ વાહીદઅલી બાવાસાહેબએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સ્થાવર મિલ્કત એ તમારી સાચી મિલ્કત નથી,મિલ્કતો અને જમીનોનાં માલિકો બદલાતા જાય છે,પરંતુ તમારા સંતાનો તમારી સાચી મિલ્કત છે,માટે તમારા સંતાનોનાં ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારો સાથેની પરવરીસ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.જા યુવાધન શિક્ષિત હશે તો સમાજ અને દેશ મજબુત બનશે,અને તેનાંથી સમાજ અને દેશનો વિકાસ ઝડપી પડશે,
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપÂસ્થત ભરૂચ જિલ્લાનાં અગ્રણી યુનુસભાઈ અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું નિવારણ શિક્ષણ છે,ત્યારે સમાજે પોતાનાં મોજ શોખ પર નિયંત્રણ કરીને ખોટા ખર્ચાઓ બંધ કરીને નાણા પોતાનાં સંતાનોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહિલા અગ્રણી ફાતેમાબેનએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે નિકાહ કરી સાસરીમાં જઈ રહેલી દુલ્હનોએ સાસરીમાં પોતાનાં સાસુ સસરાને પોતાનાં માતા પિતા અને નણંદને પોતાની બહેન તેમજ જેઠ દિયેરને પોતાનાં ભાઈ સમજી સાસરીને પોતાનુંજ પરિવાર સમજીને ચાલવાં અનુરોધ કર્યો હતો.તેઓએ દિકરીઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવા આહવાન કરતા કહ્યું હતું કે દિકરીઓને માત્ર નોકરી કરવા માટે નહી ભણાવવાની નથી પરંતુ જા દિકરી શિક્ષિત હશે તો તે પોતાના તેમજ પોતાનાં પરિવારનાં સારા નરસા સમયમાં યોગ્ય નિર્ણયો લઈ શકશે.અને તે કોઈની મોહતાજ નહી થાય માટે દિકરીઓને સ્વનિર્ભર બનાવવા માટે પણ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.
અંતમાં સૈયદી સરકાર મુસ્તાકઅલી બાવાસાહેબએ દુવા ગુજારતા કહ્યું હતું કે સંસારમાં પતિ પત્ની વચ્ચે કયારેક મતભેદ થાય પરંતુ તેનો અંત તલ્લાક નહી હોવો જાઈએ,કેમ કે જયારે તલ્લાક સબ્દ ઉચ્ચારવામાં આવે છે,ત્યારે અર્સે ઈલાહી કાંપી ઉઠે છે,ત્યારે દંપતીએ એક બીજાનાં વિચારોને આદર આપી સમજી વિચારીને અરસપરસ પ્રેમભાવનાથી સંસારીક જીવન ગુજારવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુલેમાન પટેલ,નિવૃત્ત સનદી અધિકારી ઈદ્રીસભાઈ વ્હોરા,કીરીટસિંહ જાડેજા,હાજી ઐયુબભાઈ ભાયજી,હૈદરભાઈ કોચા,મુસ્તાકભાઈ પટેલ શેરપુરાવાળા,ઈબ્રાહીમ મહંમદ શેઠ(બચુ સેઠ),હાજી ઉસ્માન જર્મન,હાજી ઐયુબ રખડા,નિવૃત્ત જજ દૌલતખાન વાય મલિક,લીગલ ઓથોરીટીનાં સેક્રેટરી એમ.એન મિરઝા,ઈસ્માઈલભાઈ ગલેન્ડાવાળા,ઉપÂસ્થત રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટનાં પ્રમુખ નિશારમહંમદ આઈ,ઉપપ્રમુખ સાલેહ મકબુલહુશેન,ખજાનચી શેખ રફીકભાઈ,સેક્રેટરી બસીર વલી પટેલ,મોઈનભાઈ શેખ,ઝફરૂલ્લા ધોરી,યારીફભાઈ પામોલવાળા,યુનુસભાઈ કાઝી તેમજ ફૈજ યંગ શર્કલનાં સભ્યોએ ભારે ઝહેમત ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY