વરસાદની વિરાસત બહુ મોટી છે, એ માત્ર નદી, નાળાં, તળાવ અને સરોવર નથી છલકાવતો પણ અર્થતંત્રને લીલુંછમ્મ રાખવા ખેડૂતોના ધાન્યભંડારથી માંડી દેશની તિજારી પણ છલકાવે છે અને ભારત જેવા દેશમાં રાજકીય પક્ષોની મતબૅન્કને પણ છલકાવી દે છે. એ વરસાદનો સારી રીતે પ્રારંભ થઈ ગયો છે. વરસાદ સામાન્ય માનવીના ચહેરા જ નથી મલકાવતો પણ સરકાર ચલાવતા મહાનુભાવોનાં મન પણ મલકાવે છે.
અત્યાર સુધી અડધા ભારત દેશમાં એટલે કે, તમિળનાડુના મોટા ભાગના પ્રદેશમાં, દક્ષિણ પશ્રિ્ચમ, પશ્રિ્ચમ મધ્ય, પૂર્વ મધ્ય અને બંગાળના અખાતના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં, ત્રિપુરાના મોટા ભાગના પ્રદેશમાં નાગાલેન્ડ, મણીપુર, મિઝોરામ, આસામનો મોટો ભાગ અને અરુણાચલ પ્રદેશમાં સોના જેવો વરસાદ વરસી રહ્યો છે અને હરખનું કારણ એ છે કે, દક્ષિણ પશ્રિ્ચમનું આ ચોમાસું ભારત દેશની પચાસ ટકા જેટલી ખેત-જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. વરસાદ ખેત ઉત્પાદન વિકાસ માટે મહત્વનો છે, એટલું જ નહીં ખેડૂતોની હતાશા દૂર કરવા માટે પણ એટલો જ જરૂરી છે.
સારા વરસાદથી ખેતપેદાશોનું પ્રમાણ વધે છે, જેના કારણે, વપરાશની વસ્તુઓની માગ તેમ જ ગ્રામીણ પ્રજાની આવકમાં વધારો થાય છે. આ બધું મળીને દેશના અર્થતંત્રનું ચિત્ર ગુલાબી બનાવે છે. ઘણી બધી રીતે જાવા જઈએ તો વરસાદ એ ભારતની ખેત આધારિત અર્થતંત્રની ધોરી નસ સમાન છે.
સામાન્ય માણસો હોય કે વેપારીઓ હોય, યોજનાઓ ઘડનારા નિષ્ણાતો હોય કે, પછી શાસકપક્ષ હોય, આ બધાનો આધાર સારા વરસાદ પર હોય છે. લો, ને એમ પણ કહી શકાય કે સારો વરસાદ એ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને પણ મદદરૂપ થઈ શકે છે.
જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી પડતો વરસાદ ખરીફ પાક અને રવી પાક બન્નેનું ભવિષ્ય ઘડનારો હોય છે. સિંચાઈના મહત્વના ઉપયોગ ઉપરાંત ઋતુનો વરસાદ પણ પાણીસંગ્રહના સ્રોત અને ગ્રાઉન્ડ વોટર બન્ને જગ્યાએ વિસ્તરે છે, જેના કારણે હાઈડ્રો પાવરમાં વધારો અને ડીઝલના ખર્ચનો બોજા ઘટી જાય છે. એનો અર્થ એવો નથી થતો કે વરસાદ માત્ર ખેડૂતોનો જ આધાર છે, એ તો દલાલ સ્ટ્રીટ, નીતિના ઘડવૈયાઓ ઉપરાંત રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડીયા પણ તેના પર નજર રાખે છે અને આધાર પણ રાખે છે. જા કે દેશની પ્રગતિ અંગે ચિંતા સેવતા કેટલાક નિષ્ણાતો સારા-સામાન્ય વરસાદની એટલે ચિંતા કરે છે કે, ખેતવિષયક હતાશા દૂર કરવા અને રોજગારી પૂરી પાડવાની સરકારની યોજનાઓની સફળતાનો આધાર વરસાદ પર છે. નીતિઓ ઘડતા નિષ્ણાતો માટે અનાજનો ભરાવો અને તેના ભાવમાં ફુગાવો બન્ને ચિંતાનો વિષય બની રહે છે તેમને વધારે ચિંતા એ બાબતની હોય છે કે, સારો વિકાસ અને ફુગાવાનું નીચું પ્રમાણ સમગ્રપણે ક્ધઝયુમર પ્રાઈઝીસના વધારાને રોકવામાં મોટી ભૂમિકા ભજવે છે અને એટલું જ નહીં વધતા આંતરરાષ્ટÙીય ક્રૂડના ભાવોને પણ નિયંત્રિત કરી શકે છે, બસ, ચોમાસું સારું જવું જાઈએ.
સરકાર તો એવો દાવો કરતી રહી છે કે, બધું જ સારું છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. છેલ્લાં ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ ૭.૭ ટકા નાણાં પ્રધાન બતાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો એટલે સુધી કહે છે કે, ખેત ઉત્પાદન ક્ષેત્રે ૪૮ મહિનામાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. મોદીએ પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન પણ આપ્યું છે, એ પણ તેમણે પૂરું કરવાનું છે.
અનાજનું ઉત્પાદન ૨૦૧૦-૨૦૧૪ દરમિયાન ૨૫૫ મિલિયન્સ ટન્સ હતું એ વધીને ૨૦૧૭-૨૦૧૮માં ૨૭૯ મિલિયન ટન્સ પર પહોંચ્યું છે. આવી બધી ઘોષણા કરતી વખતે ભાજપને સતત સભાનતા રહેતી હશે કે, ૨૦૧૯માં ઘણો મોટો આધાર ખેડૂતો પર રહેવાનો છે. ફરી સત્તા પર આવવું હશે તો ખેડૂતો અને ગ્રામીણ પ્રજામાં વ્યાપેલો અસંતોષ દૂર કરવો જ પડશે.
ગમે તે હોય પણ ઉત્પાદનના આંકડા બહુ જ મહત્વના છે તેથી જ શાસકપક્ષ ‘નોર્મલ મોન્સૂન’ની માત્ર આશા નથી રાખતો પણ પ્રાર્થના પણ કરતો હોય છે. જા કે નિષ્ણાતો કહે છે, સારું ઉત્પાદન અને સારો વરસાદ એ જ માત્ર સરકારી નીતિઓનું પીઠબળ નથી. ખેતપેદાશોથી ખેડૂતોને નફો થાય, ઉત્પાદન વેચાય તે માટે વેપારની એક પારદર્શક સાંકળ રચવી જરૂરી છે. નહીં તો ગમે તેટલું ઉત્પાદન વધશે પણ ઘણા નાના ૯૦ ટકા ખેડૂતો બજાર સુધી પણ નહીં પહોંચી શકે. તેના માટે તેલંગણા સરકારે અપનાવેલી કૃષિનીતિ અપનાવી તેનો અમલ કરવો જરૂરી છે. ખાલી ભાવ બાંધી આપવાથી ફાયદો નહીં થાય, કેન્દ્રની દરમિયાનગીરીના અભાવે ક્ધઝયુમર્સ, એક્સપોર્ટર્સ અને સરકારને જ ફાયદો થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



