૩૧ ડિસેમ્બર સુધીમાં જમીન રી-સર્વે કામગીરી પૂર્ણ કરાશે

0
12

ગાંધીનગર,તા.૨૮
ગાંધીનગરમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના કલેક્ટકર સાથે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે બેઠક કરી હતી. આ બેઠકમાં રેવન્યુ સહિત જમીન માપણી અને મેહસૂલ વિભાગના વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. સાથે સાથે જમીનના કેસ નિકાલ, પ્રજાને પડતી હલાકીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. પ્રજાના કામો જલ્દી પરી પૂરા થાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
જમીન રી સર્વે પ્રમોગેશન જ્યાં બાકી છે ત્યાં સ્થગીત કર્યું હતું. અને જ્યાં થયું ત્યાં ફરિયાદ થતાં રદ કરવામાં આવ્યા છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં પ્રમોગેશનનો નિકાલ કરી દેવો સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી નિર્ણય લીધો તે મુજબ પ્રમોગેશન બાકી છે ૭ હજાર ગામો કામગીરી સ્થિગત કરી છે અને ૧૧ હજાર ગામડાઓમાં જે પ્રમોગેશન થયું છે અને જવા વાંધા આવ્યા છે. ત્યાં ખેડૂતોને વિશ્વાસમાં લઇને ૩૧ ડિસેબર સુધી કર્યાવહી પૂર્ણ કરવામાં આવશે.
તો આ બેઠકમાં મુખ્યપ્રધાનના પાંચ નિર્ણયના કામોની ચર્ચા કરવામાં આવી. બિન ખેતી જમીન મુદ્દે ચર્ચા લોકોને ઝડપી લાભ મળે અને ઓનલાઈન એનએ પાયલોટ પોજેક્ટ ચાલી રહ્યો છે અને તેમની સફળતા માટે રીવ્યુને લઈને ચર્ચા કરવામાં આવી. ૯૦ દિવસમાં દ્ગછનો નિકાલ થાય તે અંગે ચર્ચા થઈ. સાત-બારના ઉતારાની કામગીરી અને ક્ષતિઓને લઈને ચર્ચા થઈ. આઠ મહાનગરપાલિકામાં સૂચિત સોસાયટીને લાભ મળે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે કલેક્ટર ધારાસભ્ય અને સંસાદના કાર્યક્રમ કરવા માટે ચર્ચા થઈ.
સરકારી પડતર જમીનની નવી કિંમત નક્કી કરવાની ફોર્મ્યુલા મુદે અને જૂના પેન્ડીંગ મુદ્દા માટે પણ નવી ફોર્મ્યુલાનો અમલ કરીને કેસનો નિકાલ કરવા પર ચર્ચા થઈ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY