ખેડૂતોને ૨૦ કિલો ડુંગળીના માત્ર ૧૦૦ રૂપિયા મળી રહ્યા છે ખેડૂતો બેહાલ : ડુંગળીના ભાવ ગબડતાં ખેડૂતો રાતા પાણીએ રડ્યા

0
29

ગાંધીનગર,તા.૨૮
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌકોઈને રડાવી રહી છે..ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે.જાકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે.
આ વાત છે સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગરની, દેશભરમાં ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા ક્રમ ભાવનગરનો આવે છે. જાકે હાલ ભાવનગરના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી. જેથી ખેડૂતોને પોતે કરેલો ખર્ચો માથે પડી રહ્યો છે.
શિયાળાની સિઝનમાં અન્ય રાજ્યોમાં ડુંગળીની માગ વધુ હોય છે. જેથી ખેડૂતો ઉત્પાદન વધુ કરતા હોય છે. જાકે આ વર્ષે સ્ટોક પડી રહ્યો હોવાથી ખેડૂતોને ૨૦ કિલો ડુંગળીના માત્ર ૧૦૦ રૂપિયા મળી રહ્યા છે.
જેથી ખેડૂતોને મજૂરીના રૂપિયા પણ નથી નીકળી રહ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે મોંઘા ભાવના બિયારણ લાવ્યા બાદ પણ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પાયમાલ થયા છે.
આ સાથે જ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ગત વર્ષે ડુંગળીના ભાવો ઘટી જતાં જે સબસીડી સરકાર તરફથી જાહેર કરવામા૩ં આવી હતી તે આજ દિન સુધી નથી મળી.
જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના ગેટ પાસના કારણે ૧૩ કરોડની સબસીડી અટવાઈ પડી છે, જે ખેડૂતોને મળવી જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY