જમીન અધિકાર ઝુંબેશ મહાસંમેલનઃ ૨૬મી જાન્યુ. સુધી દલિતોનું સરકારને અલ્ટિમેટમ

0
16

ગાંધીનગર,તા.૨૬
જમીન અધિકાર ઝુંબેશ ગુજરાતના નેજા હેઠળ દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગોના જમીન વિહોણા કુંટુંબોને જમીનના અધિકારના બાબતે તેમજ જમીનને લગતા બંધારણીય અધિકારો માટે દલિત આદિવાસી સમુદાયનું મહાસંમેલન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દલિત,આદિવાસી,ઓબીસીનું મહાસંમેલન સેકટર-૬ ખાતે યોજાયુ હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ જાડાયા હતા. તેમની માંગ હતી કે જમીનવિહોણા લોકો પાસે જે છેતરપિંડીની ઘટના બનતાં તેમને જમીન આપવામાં આવે. બંધારણીય દિવસની ઉજવણી કરાઇ છે.
ત્યારે લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને દેખાવો કરીને સભા યોજી હતી. સાંથણીની જમીન, જંગલ જમીનના હકની માંગણી સાથે ગાંધીનગરના સેક્ટર ૬ ખાતે આવેલા રામકથા મેદાનમાં જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સાંથણીની જમીન અને જંગલના જમીનનો હક નહિ અપાય તો આવનાર દિવસોમાં આંદોલન કરીશું એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ કબજા ન આપવામાં આવતા સંમેલન યોજવામાં આવ્યું હતું.
જમીનની માંગનો મુદ્દો મહત્વનો છે. ૧ લાખ ૨ હજાર લાખ દાવા હજી પેન્ડિંગ છે. માત્ર ૭ હજાર દાવા મંજૂર કરાયા છે. ત્યારે આગામી ૨૬મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકારને અલ્ટિમેટમ અપાયું છે. સરકાર આ મુદ્દાનું નિરાકરણ લાવે તો નહીંતર આગામી દિવસોમાં દલિતો અને આદિવાસીઓ દ્વારા સરકારી કાર્યક્રમનો વિરોધ કરી સત્રમાં જમીન હક માટે માંગ કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY