માત્ર ૧૫ સેકન્ડમાં તસ્કરો દ્વારા કારની ચોરીની ઘટના સીસીટીવીમાં થઇ કેદ

0
28

સુરત,તા.૨૬
સુરતમાં વાહન ચોરીની થવાની ઘટનાઓ બનવી સામાન્ય બની ગઇ હોય એમ છાસવારે આવી ઘટના બનતી રહે છે. જાકે, સુરતના કતારગામ અને કાપોદ્રામાં બે કારની ચોરી થઇ હોવાની ઘટના બની છે. ચોરો કેવી રીતે કારની ચોરી કરે છે એ સમગ્ર ઘટના સ્થળ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. કાર માલિકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
ફરિયાદના આધારે કતારગામ પોલીસે ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરા તપાસતા કાર ચોરોની કાળી કરતૂત બહાર આવી હતી. સીસીટીવીમાં દેખાય છે એમ એક સફેદ રંગની કાર બડાગણેશ પાસે આવીને ઊભી રહે છે. કારમાંથી બે યુવકો નીચે ઉતરે છે અને પોતાની પાસે રહેલા રિમાર્ટ કન્ટ્રોલ દ્વારા ઇનોવા કારના દરવાજા ખોલે છે. અને કારની ચોરી કરીને ફરાર થઇ જાય છે. માત્ર ૧૦થી ૧૫ સેકન્ડમાં કારચોરો ચોરી કરીને ફરરા થઇ જાય છે.
આ ઉપરાંત કાપોદ્રામાંથી પણ એક જ દિવસે એક ઇનોવા કારની ચોરી થવાની ઘટના બની હતી. આમ કતારગામ અને કાપોદ્રામાંથી એક જ દિવસમાં બે ઇનોવા કાર ચોરી થઇ હતી. બંને વિસ્તારમાં થેયલી કાર ચોરી અંગે પોલીસે ચોરોને પકડવા માટે તજવીજ હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY