પુલવામા હુમલા પછી જમ્મૂ-કશ્મીરના ૧૫૨ યુવાનો સૈન્યમાં જોડાયા

0
12

જમ્મૂ,તા.૧૦
જ્યાં એક તરફ જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી યુવાનોને આતંકવાદીના ખાડામાં ઘકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હજારો યુવાનો એવા પણ છે જે અલગાવવાદીઓના આ પ્રયત્નો પર પાણી ફેરવવા માટે તૈયાર છે, ત્યારે જમ્મૂ-કાશ્મીરના ૧૫૦થી વધારે યુવાનો દેશની સેવા કરવા માટે સૈન્યમાં જોડાયા છે. કાશ્મીરના યુવકો કોઇ ધર્મ, જાતિ કે જ્ઞાતિના પ્રાધાન્ય આપ્યા વગર સૈન્યમાં જાડાઇ ગયા છે. તેઓ જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રીમાં જાડાઈ ગયા છે.
શ્રીનગરમાં ૧૫૨ નવા જવાનોની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાસિંગ આઉટ પરેડમાં જુસ્સા અને કડક અવાજની સાથે તમામ સેનાના કમાન્ડર અને અભિવાદકોની ઉપસ્થિથિમાં આતંકવાદને ખત્મ કરવા માટેની શપથ લીધી અને કહ્યું કે, ”મૌકો મળશે તો તેઓ આતંકવાદને ખત્મ કરવા માટે કામ કરશે.
જનરલ આૅફિસર કમાન્ડિંગ લે.જનરલ કે જે એસ ઢિલ્લને જવાનો તથા લોકોને અપીલ કરતા કહ્યું કે, સંતાનોને આંતકી સંગઠનમાં જાડાવવાથી અટકાવો. કશ્મીરમાં તમામ માતાને અપીલ કરુ છુ. તેઓ પોતાના સંતાનોને આતંકી બનતા રોકે અને ભટકી ગયેલા લોકોને પરત લાવે. હું તેમની સુરક્ષાની ખાતરી આપુ છુ. તેમને ફરી મુખ્યધારામાં જાડી દેવાનું ગેરેન્ટી આપુ છુ.
આ પાસિંગ પરેડમાં ૬૦૦ જવાનોના પરિવાર તથા સંબંધીઓએ ભાગ લીધો હતો અને સાથે જ જણાવ્યુ કે, ”તેમના બાળકોને દેશની સેવા માટે સૈન્યમાં મોકલ્યા અને આજે વર્દીમાં જાઇને તેઓ ગર્વ અનુભવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY