સુરત, તા.૨૩
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૧ નાણાંવટ, નોંધ નં.૧૬૫૧/૧ અને ૧૬૫૧/૨ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા તા.૨૨-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનનાં શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૬૫૧/૧ વાળી મિલ્કતમાં પાંચમાં માળનું શટરીંગ આશરે ૫૦૦ ચો.ફુટ તથા ૧૬૫૧/૨ વાળી મિલ્કતમાં છઠ્ઠો માળનું શટરીંગ આશરે ૪૫૦ ચો.ફુટ એમ મળી કુલ ૯૫૦ ચો.ફુટ માપ વિસ્તારમાં બાંધકામ દૂર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૧૧, નોંધ નં.૧૬૫૧/૨ વાળી મિલ્કતમાં ડીમોલીશન પેટે રૂ.૨૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




