જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા મુદ્દે રામ માધવ-ઉમર અબ્દુલ્લા વચ્ચે વાક્‌યુદ્ધ

0
7

જમ્મુમાં સરકાર બનાવવા માટે સીમા પારથી મળ્યા આદેશો : ભાજપ
અમારા પક્ષ સાથેની પાક લિંક સાબિત કરો અથવા માફી માંગો : ઉમર અબ્દુલ્લા
શ્રીનગર,તા.૨૨
એનસીપી અને પીડીપીએ ભેગા મળીને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાના પ્રયાસો કર્યા બાદ રાજ્યપાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરી નાંખતા રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની ગઈ છે.
ગુરુવારે રામ માધવે એનસીપી અને પીડીપી પર આપેલા નિવેદન બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને રામ માધવ વચ્ચે ટ્વિટર પર વાકયુધ્ધ છેડાયુ છે.
રામ માધવે કહ્યું હતુ કે પીડીપી અને એનસીને ગયા મહિને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આદેશ બોર્ડરની પેલી તરફથી આવ્યો હતો.હવે એવુ લાગે છે કે બોર્ડરની બીજી બાજુથી રાજ્ય સરકાર બનાવવાના આદેશ મળ્યા હશે.
જાકે ઓમર અબ્દુલ્લાએ પલટવાર કરતા કહ્યું હતુ કે હું આ આરોપ સાબિત કરવા માટે રામ માધવને ચેલેન્જ આપુ છું.તમારી પાસે તો રો અને સીબીઆઈ છે.તપાસ કરીને જાહેરમાં વાત મુકી શકો છો.આ આરોપો સાબિત કરો અથવા તો માફી માંગો.
તો રામ માધવે જવાબ આપ્યો હતો કે હું તમારી દેશભક્તિ પર સવાલો ઉભી નથી કરી રહ્યો પણ અચાનક પીડીપી અને એનસી વચ્ચે પ્રેમ ઉભરાયો હોવાથી આ પ્રકારનુ નિવેદન આપવાની ફરજ પડી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY