પાલનપુર,તા.૨૨
ગુજરાત શિક્ષણ વિભાગમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ અધિકારી સામે ફરિયાદોના પગલે શિક્ષણ વિભાગમાં ખળભળાટ જાવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગરનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાં ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારની તાકીદે સૂચના બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લાના ૧૪ તાલુકાઓમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. આ ટીમમાં ડેપ્યુટી ડાયરેક્ટર સહિત કલાસ વન અધિકારીઓનો સમાવેશ થયો.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની વિવાદાસ્પદ કામગીરીને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લામાંથી ૧૫૦થી વધુ ફરિયાદો સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગેરકાયદેસર બદલીઓ સહિત ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની ફરિયાદ થઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ સબમીટ કરાશે. રિપોર્ટ સબમીટ થયા બાદ પગલાં લેવાય તેવી શકીયતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



