જમ્મુ-કાશ્મીર,તા.૧૫
પાકિસ્તાન દ્વારા ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાયું છે. મંગળવારે જમ્મુ-કાશ્મીરના સામ્બા સેક્ટર નજીક બોર્ડરની પેલે પારથી પાકિસ્તાન દ્વારા સ્નાઇપર હુમલો કરાયો છે, જેમાં એક ભારતીય બીએસએફ જવાન શહીદ થયો છે.
બીએસએફના અધિકારીઓ જણાવ્યું હતું કે, આÂસ્ટટન્ટ કમાન્ડર વિનય પ્રસાદ સવારે બોર્ડર પર ચોકી પહેરો કરી રહ્યા હતા ત્યારે સવારે ૧૦.૫૦ વાગ્યે પાકિસ્તાન દ્વારા સ્નાઇપર હુમલો કરાયો હતો. વિનય પ્રસાદને ગોળી વાગતા તેમને સતવારી નજીક મેડિક્લ સારવાર આપવામાં આવી હતી, ત્યાં તેઓ શહીદ થઇ ગયા હતા.
ભારતીય સેનાના વડા બીપીન રાવતે મંગળવારે જણાવ્યું હતું કે, સુરક્ષાદળો આતંકવાદી પ્રવુત્તિ કરનારાઓ સામે કડક પગલા લેતા અચકાશે નહી. બીએસેફના અધિકારીએ જણાવ્યું હતું કે, ગત ૧૫ વર્ષોમાં પાકિસ્તાન દ્વારા ૨,૯૩૬ થી પણ વધુ વખત શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



