જામનગર,તા.૯
જામનગરના પૂર્વ સાંસદ અને હાલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડીયાની પુત્રવધૂ દિવ્યાબેન હિતેષભાઇને ગઇકાલે રાત્રે પુત્ર સાથે સ્કૂટી લઇને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલે ઠોકર મારી હતી. આ બનાવમાં દિવ્યાબેનના પુત્રને હાથ અને પગના ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યો હતો.હોસ્પિટલમાં દિવ્યાબેન અને તેનો પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. દિવ્યાબેને આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા ચંદ્રેશભાઇએ અને મારા પતિએ જ મારી અને મારા પુત્રની હત્યા કરાવવાના કાવત્રાના ભાગરૂપે અકસ્માત કરાવ્યો હતો.
પૂર્વ સાસંદ ચંદ્રેશભાઇના પૌત્ર અને દિવ્યાબેનના દીકરાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કહ્યું હતું કે, આજે મારો જન્મદિવસ હોય મારા દાદા ચંદ્રેશભાઇ અને પપ્પા હિતેષભાઇએ મને જન્મદિવસની ગીફ્ટ આપી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને દિવ્યાબેને પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


v
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



