જામનગર,તા.૪
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાનાં નિવેદનની શરૂવાત પીએમ મોદીનાં સ્વાગત કરીને કર્યુ. તેમણે કહ્યું કે, મને ખુશી છે ૭૦૦ બેડની અને ૧૦ માળની અધ્યતન હોસ્પિટલ અને હોસ્ટેલનાં ઉદ્ધાટન થયું છે. જેના કારણે આસપાસનાં દર્દીઓને દૂર જવાની જરૂર નહીં પડે. જામનગરની ગુરૂ ગોવિંદસિંહનાં નામ સાથે જાડાયેલી આ હોસ્પિટલ ગુરૂ ગોવિંદસિંહનાં ૫૫૦માં વર્ષમાં થયું છે. આ હોસ્પિટલને ૭૧ હજાર કરોડથી તૈયાર કરાઇ છે જેનાથી ઘણાં ગરીબ લાભાર્થીઓને લાભ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





