પ્રમુખ સ્વામી મહારાજના બહેનનું ૯૭ વર્ષની ઉમરે નિધન

0
9

વડોદરા,તા.૪
વિશ્વવંદનીય બ્રહ્મલીન પ્રમુખસ્વામીના બહેન ગંગાબેન પટેલનું ૯૭ વર્ષની વયે સોમવારે વહેલી સવારે નિધન થયું. આજે એટલે કે, ૫ માર્ચના રોજ સવારે ગંગાબેન પટેલની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન વગાસી રોડ, આણંદથી નીકળશે.
મળતી માહિતી અનુસાર, પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાંથી માત્ર ગંગાબેન પટેલ જ હયાત હતા. પ્રમુખ સ્વામીના પરિવારની થોડી વાત કરવામાં આવે તો પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓના પરિવારમાં એક જ વારસદાર છે. જેનું નામ અશોકભાઈ પટેલ છે અને તેઓ વડોદરાના અટલાદરા વિસ્તારના આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં રહે છે.
અશોકભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા પિતા ત્રણ ભાઈઓમાંથી સૌથી મોટા ભાઈ હતા અને પ્રમુખ સ્વામી ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ હતા. તેમનું નામ શાંતિભાઈ પટેલ હતું અને તેઓ ૧૧ વર્ષની ઉમરે ઘર-સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનવા ચાલ્યા ગયા હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ પૂજ્ય બાપાના મોટા ભાઈ અને મારા પિતાથી નાના ભાઈ નંદુભાઈ પણ સાધુ બનવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ પરત ઘરે ફર્યા હતા. મારા પિતા સહિત ત્રણ ભાઈઓમાં હું એક જ વારસદાર છું.
અશોકભાઈએ વધુમાં કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી જે પારણામાં ઝૂલ્યા હતા તે પારણું આજે પણ અમારી પાસે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY