મોહાલી,તા.૧૧
ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતમાં મહેન્દ્ર સિંહ ધોનીની છવિ જોવાઈ રહી છે. કેટલાક ક્રિકેટર્સ એક્સપટ્ર્સનું માનવું છે કે જ્યારે એમએસ ધોની ક્રિકેટને અલવિદા કહેશે ત્યારે તેની જગ્યા ઋષભ પંત લેશે.
નોંધનીય છે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝના છેલ્લા બે વન ડે મેચ માટે ધોનીને આરામ આપી તેની જગ્યાએ ઋષભ પંતને તક આપવામાં આવી છે. પરંતુ ગઈકાલે મોહાલીમાં થયેલ ચોથા વન ડેમાં પંત વિકેટની પાછળ કમાલ કરવામાં નિષ્ફળ રહ્યો. ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન પંતે ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોને આઉટ કરવાની કેટલીક તકો ગુમાવી હતી.
જાકે આ મેચ બાદ શિખર ધવન પંતની તરફેણમાં આવ્યો છે. પ્રેસ કોન્ફ્રેન્સમાં શિખર ધવનથી જ્યારે પંત વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ધવને કહ્યું કે,‘ધોની સાથે પંતની સરખામણી કરવી યોગ્ય નથી.
ઉપરાંત ધવને કહ્યું કે,‘તમે માહી ભાઈ સાથે પંતની સરખામણી ન કરી શકો. ધોનીએ ઘણી ક્રિકેટ રમી છે અને તેની પાસે અનુભવ પણ ઘણો છે. જ્યારે પંત એક યુવા ખેલાડી છે. આપણે તેની સાથે સંયમ રાખવાની જરૂર છે.’ વધુ ઉમેરતા ધવને કહ્યું કે,‘આ વાત સાચી છે કે જો સ્ટમ્પિંગ કરવામાં આવી હતો તો મેચની તસવીર કંઇક અલગ હોત. પરંતુ આ એક રમત છે જેમાં એવું થતું રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




