આર્થિક ભીંસથી કંટાળી ખેડૂતનો ઝેરી ટિકડા ખાઈ આપઘાત

0
7

જામનગર,તા.૧૨
જામનગર જિલ્લાના જાડિયા તાલુકાના વધુ એક ખેડૂતે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટિકડા ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર સાથે પરિવારમાં શોક છવાયો છે. ખેડૂતે સગા-સંબંધીઓ પાસેથી લીધેલ મૂડી પરત ચૂકવી શકવા અસમર્થ રહેતા અને સતત રૂપિયાની તંગી પડતા આખરે ખેડૂતે જીવતરનો અંત આણ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે જીવતરનો અંત આણ્યો છે. જાડિયા તાલુકાના લખતર ગામે રહેતા મનશુખભાઇ અમરશીભાઇ દલશાણીયા જો.પટેલ ઉવ. ૫૦ નામના ખેડૂતે પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઇ જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ જયેશભાઇ અમરશીભાઇ દલશાણીયાએ જાણ કરતા જાડિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર મનસુખભાઇએ આર્થીક ભીંસના લીધે તેમજ સગા સમ્બંધી પાસે થી નાની મોટી રકમ હાથ ઉછીની લીધી હતી. જે સમયે સમયે ચૂકવી નહીં શકતા લેણુ વધી ગયું હતું.આ લેણુ ભરપાઇ થઇ સકે તેવુ નહીં લાગતા ખેડૂતે આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY