જલિયાંવાલા બાગ નરસંહારઃ હવે કોઈ બાગ ન ઉજડે, વતન આઝાદ છે….!!

0
21

ભારતના ઇતિહાસના પાના ઉપર પંજાબના જલીયાવાલા બાગનો નર સંહાર કાળો ધબ્બો છે. સો વર્ષ પહેલા ૧૩ એપ્રિલના દિવસે ગુલામ ભારતના પંજાબ પ્રાંતના અમૃતસરમા જલીયાવાલા બાગના મેદાનમાં આઝાદીને માટે લોકો એકઠા થયા હતા. એ સમયના અંગ્રેજ જનરલ ડાયરે લાવ લશ્કરની સાથે ત્યાં જઈને બાગને ચારે તરફથી ઘેરા બંધી કરીને ગોળીઓ ચલાવવાનો હુકમ આપીને ભારત અને બ્રિટીશ ઇતિહાસમાં કલંકિત થઈ ગયા હતા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ના દિવસે બનેલી આ ઘટનામાં ૩૭૯ લાખ લોકો માર્યા ગયા હતા, કેટલાય ઘાયલ પણ થયા હતા. આ ઘટનાને સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે બ્રિટનના વર્તમાન વડાપ્રધાન થેરેસા મેએ આ ઘટના પ્રત્યે અફસોસ વ્યક્ત કર્યો,દુખ અને .શોક વ્યક્ત કર્યો પરંતુ તે સમયના હુકમ કરનારાઓએ આ ગુના માટે માફી ના માગી. સો વર્ષ પહેલાના ગુલામ ભારત અને આજના ભારત ની વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. નિર્દોષ અને હથિયાર વગરના લોકો પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપનારો ડાયર આ દુનિયામાં નથી. પરંતુ ઇતિહાસના પાનાઓમાં તે હત્યારાની જેમજ તેનુ નામ ખાયેલુ રહેશે.
અત્યારના બ્રિટિશ સરકારના વડાપ્રધાન થેરેસાએ ભલે માફી ન માગી હોય પરંતુ તેમણે અફસોસ અને દુઃખ બતાવ્યું એ જ પૂરતું છે. અને ભારતની તો સંસ્કૃતિ રહી છે કે ક્ષમા વીરસ્ય ભુષણમ. સો વર્ષ પછી અંગ્રેજ સરકાર દુખ બતાવી રહી છે એજતો ભારતની જીત છે. આજે જનરલ ડાયર જીવતા નથી પરંતુ તેના જેવી માનસિકતા લાગે છે કે તે આઝાદ ભારત સહીત દુનિયાભરના પોલીસસ દળોને સોપી ગયા હોય એવો વર્તાવ બધી જગ્યાએ જોવા મળે છે. ભારત આઝાદ છે, લોકશાહી છે. લોકો પોતાનો વોટ આપીને પોતાની સરકારને ચુટે છે. પરંતુ પોતાની સરકાર હોવા છતાં પણ લોકોને પોતાની યોગ્ય માંગોને લઈને પોલીસની લાઠીઓ ખાવી પડે છે. પોતાની સરકાર હોવા છતાં પોલીસની ગોળીઓ ખાવી પડે છે. જાણે કે જનરલ ડાયર આજે પણ જીવતો છે. અને નિર્દોષ લોકો પર વગર કારણે લાઠીઓ વરસાવવાની કે ફાયરિંગનો આદેશ આપી રહ્યા છે. આ કેવી લોકશાહી છે કે જેમાં પોતાની સરકારનો વિરોધ કરવા વાળાને દેશદ્રોહના આરોપમાં જેલમા બંધ કરી દેવામાં આવે છે.
ભારતે લગભગ ૨૦૦ વર્ષ અંગ્રેજાની ગુલામી સહન કરી. પરંતુ જનરલ ડાયરે પોલીસ કર્મચારીઓ દ્વારા જે કત્લેઆમ કરાવી તે એક એવું કલંક છે કે જે ૫૦૦ વર્ષ સુધી મટી ના શકે. આવનાર સમયમાં બ્રિટનમાં કોઈ અન્ય થેરેસા પેદા થશે અને માફી પણ માંગી લેશે. પરંતુ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે હવે કોઈ આવો બીજા જલિયાવાલા બાગ ના થવો જોઈએ. નહીં કે ફક્ત ભારતમાં પરંતુ દુનિયાના કોઈ પણ ખૂણામાં આવો નરસંહાર ન થાય અને બીજા કોઈ ડાયર પેદા ન થાય. લોકશાહીમાં ચુટવામાં આવેલી પોતાની સરકારમાં પોલીસની લાઠીઓ કોઈને ખાવી ના પડે તેવી વ્યવસ્થા હોવી જાઈએ. મોંઘવારી જેવા મુદ્દા પર લોકો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને માટે રેલી કાઢે અને પોલીસની લાઠીઓ ચાલે આવું શા માટે…..? ભારતની પોલીસને માનસિકતામા સુધારો થવો જાઈએ. ખાસ કરીને કોઈ બીજા જનરલ ડાયર પેદા ન થાય. અને લોકો પોતાની વાત પોતાની સરકારને નિસંકોચપણે રજૂઆત કરી શકે, ન્યાય મેળવી શકે, હવે કોઈ ડાયર પેદા ના થાય… હવે વતન આઝાદ છે… હવે કોઈ લાઠી ના પડે… હવે વતન આઝાદ છે… હવે કોઈ ગોળી ના ચાલે… હવે વતન આઝાદ છે….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY