જામનગર,
તા.૧૫/૪/૨૦૧૮
શહેરના દિગ્વજય પ્લોટ-૮ માં આવેલા બંગલામાં બુધવારે મોડીરાત્રીના બે બુકાનીધારી શખ્સોએ ત્રાટકી બે વર્ષથી બંગલામાં એકલા રહેતાં વૃધ્ધા શારદાબેન જેન્તીભાઇ કનખરા(ઉ.વ.૭૫)નાં હાથ અને પગ બંને સાડી વડે બાંધી મૂઢ માર મારી એકાદ કલાક જેવો સમય રોકાઇને રૂ.૨૫ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. પોલીસે આજે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે.
બુકાનીધારી એજાજ ઉર્ફે એજલો રજાક અને યુસુફ ઉર્ફે છાપરી આમદભાઇ સુમરા બન્ને શારદાબેન બંગલામાં એકલા રહેતા હોવાનું તેમજ બંગલામાં વધુ પ્રમાણમાં રોકડ તથા દાગીના રાખતા હોય છેલ્લા ત્રણ દિવસથી રાત્રિ દરમિયાન બંગલાની રેકી કરી રહ્યા હતા. બુધવારે બનેને બંગલાની પાછળની દિવાલ ટપી બંગલામાં પ્રવેશ કરી કાચની બારી ખોલી બાજુના દરવાજાની સ્ટોપર ખોલી બંગલામાં પ્રવેશ કરી રૂમનો દરવાજા તોડી લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે બન્ને આરોપી પાસેથી સોનાના દાગીના ૧૧૫૦ ગ્રામ તથા ચાંદી તથા ગોલ્ડ ઇમિટેશનના દાગીના ૭૫ ગ્રામ, ૬૬ હજાર રોકડા, એક મોબાઇલ મળી ૨૭,૭૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને આરોપીઓ રાજકોટ, અમદાવાદ જવાની પેરવી કરી રહ્યા હોય બસસ્ટેન્ડ પાસે ઉભા હોવાની બાતમી મળતા આખો વિસ્તાર કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








