સચિને સાંસદ તરીકે મળેલ ૯૦ લાખ રૂપિયા પગાર વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો

0
58

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

ક્રિકેટના ભગવાન કહેવાતા અને તાજેતરમાં રાજ્યસભા સાંસદ તરીકે નિવૃત્ત થયેલા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તેના સાંસદ તરીકેના કાર્યકાળની સેલરી અને ભથ્થાં વડાપ્રધાન રાહત ફંડમાં આપી દીધા છે. છ વર્ષની ટર્મ દરમિયાન આશરે ૯૦ લાખ રૂપિયા સેલરી અને અન્ય માસિક ભથ્થા મળ્યા હતા.

વડાપ્રધાન કાર્યાલયે પણ સચિનની આ કામગીરીની નોંધ લઇ આભાર પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાને તેમના પ્રશંસનીય કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમનું યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવામાં ઘણું મદદગાર સાબિત થશે.

તેંડુલકરે તેના સાંસદ ફંડનો સારો ઉપયોગ કર્યો હતો. તેના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સચિને દેશભરમાં ૧૮૫ યોજનાઓને મંજૂરી અપાવવા તથા તેને ફાળવવામાં આવેલા ૩૦ કરોડ રૂપિયામાંથી ૭.૪ કરોડ રૂપિયા શિક્ષણ અને તેને સંલગ્ન માળખાગત સુવિધાના વિકાસમાં ખર્ચ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેંડુલકરે બે ગામને દત્તક પણ લીધા છે. જેમાં આંધ્ર પ્રદેશના પુત્તમ રાજૂ કેન્દ્રગા અને મહારાષ્ટના દોંજા ગામનો સમાવેશ થાય છે.

તેંડુલકર અને જાણીતી અભિનેત્રી રેખાએ તેમની સંસદમાં ઓછી હાજરીને લઇ ઘણી વખત આલોચનાનો શિકાર બનવું પડ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY