મુંબઈમાં સતત પાંચમા દિવસે વરસાદ યથાવત્‌ : જનજીવન ઠપ્પ

0
47

રેલવે સંચાલન પ્રભાવિત થતાં અનેક ટ્રેનો રદ્દ
જનજીવન ઠપ્પમુંબઈ,તા.૧૧
મુંબઈમાં રેલવે ટ્રેક પર ભારે જળભરાવને કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પહેલા દિલ્હીથી મુંબઈ વચ્ચે ચાલનારી ટ્રેનો પણ અસરગ્રસ્ત થઈ રહી છે. મંગળવારે મુંબઈ અને આ રુટ પર ચાલનારી લગભગ દોઢ ડઝન ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. ૧૧મી જુલાઈએ પણ અડધો ડઝન ટ્રેનો રદ્દ કરાઈ છે.
બારમી જુલાઈએ બે અને તેરમી જુલાઈએ એક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ કહ્યુ છે કે આગામી ત્રણ દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા બાદ ટ્રેનો આ રુટ પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવશે. મુંબઈના ઘણાં વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. મધ્ય રેલવેની લોકલ સેવાઓ પણ અસરગ્રસ્તછે. પશ્ચિમ રેલવેએ નાલાસોપારા, વસાઈ, વિરાર વચ્ચે રેલવે ટ્રેક્સ પર પાણી ભરાયા હોવાથી લોકલ અને અન્ય ટ્રેનોના આવાગમનને બંધ કર્યું છે. આ વિસ્તારોમાં ત્રણ દિવસથી વીજળી પણ નથી.
વસઈ અને વિરાર વચ્ચે મંગળવારે વડોદરા એક્સપ્રેસ ફસાવાને કારણે પશ્ચિમી રેલવેએ આગામી આદેશ સુધી લોકલ સહીતની એક ડઝન ટ્રેનોને રદ્દ કરી હતી. એનડીઆરએફના જવાનોએ પ્રવાસીઓને નાશ્તાના પેકેટ પહોંચાડયા હતા. પુણે જનારી ડેક્કન અને ઈન્દ્રાયણી એક્સપ્રેસ સહીત નાસિક તરફ જનારી ઘણી ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે.
મુંબઈ નજીકના નાલાસોપારામાં કલાકો સુધી ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે એક બોટથી રેસ્ક્યૂ કર્યા છે. સતત વરસાદને કારણે ઠેકઠેકાણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબેલા છે અને તેને કારણે ટ્રેનોનું આવાગમન પણ ઠપ્પ છે. લાંબા અંતરની આઠ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. તો ઘણી ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નાલાસોપારા અને વસઈમાં લોકલ ટ્રેન સેવા ઠપ્પ છે.
મુંબઈમાં સતત થઈ રહેલા વરસાદને કારણે દોડતી માયાનગરીનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગત ઘણાં દિવસોથી લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. આગાહી કરવામાં આવી છે કે બુધવારે પણ મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાણીની આપૂર્તિ કરનારા સૌથી મોટા તુલસી સરોવર પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. ૪૮ કલાકમાં મુંબઈમાં ભારે વરસાદના એલર્ટના પગલે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

ચોરોટી પુલ પર સડક દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા
મુંબઈની નજીકના પાલઘરમાં હાઈવે પર ચોરોટી પુલ પર સડક દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઝડપથી જઈ હરહેલી એક કાર પુલ પરથી નીચે ખાબકી હતી. આ કારમાં સવાર લોકો વાપીથી નાલાસોપારા આવી રહ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY