ઈસ્લામાબાદ,તા.૨૬
પાકિસ્તાન સરકારની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બાદ હવે વિદેશમંત્રીને કોર્ટે અયોગ્ય ઠેરવ્યાં છે. વિદેશ મંત્રી ખ્વાજા આસિફને ઈસ્લામાબાદ હાઈકોર્ટે સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કર્યાં છે. ૩ સભ્યોની સ્પેશિયલ બેંચે આજે આ નિર્ણય સંભળાવ્યો હતો.
પાકિસ્તાનના માધ્યમોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (ઁ્ૈં)ના કાર્યકર્તા ઉસ્માન ડારે ગત વર્ષે એક અરજી કરી હતી. ડારે ેંછઈની વર્ક પરમિટ રાખવાના કારણે આસિફને અયોગ્ય જાહેર કરવાની માંગણી કરી છે. ડારનો વર્ષ ૨૦૧૩માં આસિફ વિરૂદ્ધ ચૂંટણીમાં પરાજય થયો હતો.
અગાઉ અદાલ્તે ૧૦ એપ્રિલે આ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. આજે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. અદાલતના નિર્ણયને આવકારતા કોર્ટની બહારના સમર્થકોએ ‘ગો નવાઝ ગો’ ના નારા લગાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આર્થિક બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની ખુરશી ગઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





