જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : એકનું મોત,૨૦ ઇજાગ્રસ્ત

0
8

ટોકિયો,તા.૬
જાપાનના ઉત્તરીય દ્વીપ હોક્કાઇડોમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે એકનું મોત થયું છે અને ર૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હોક્કાઇડોમાં ભૂકંપ બાદ ભૂસ્ખલનથી કેટલાંય ઘર ધરાશાયી થઇ ગયાં હતાં અને કેટલાંય ઘરને નુકસાન પહોંચ્યું હતું. ર૦થી વધુ લોકો લાપતા થયા છે.
અમેરિકાના જિયો સાયન્ટિફિક સર્વેક્ષણના અહેવાલ અનુસાર ભૂકંપનું એપી સેન્ટર હોક્કાઇડોના મુખ્ય શહેર સપ્પોરોથી ૬૮ કિ.મી. દૂર દક્ષિણ- પૂર્વમાં હતું. ભૂકંપ બાદ કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
અહેવાલ અનુસાર ઉત્સમી શહેરની નજીક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ ૧૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હોક્કાઇડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ છે. ભૂકંપથી હોક્કાઇડો અને ન્યુચિટોસ એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અહેવાલો અનુસાર આ બંને એરપોર્ટની સેવાઓ આજે સ્થગિત કરી દેવામાં આવી છે.
ભૂકંપના જારદાર આંચકાના કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા ચાલુ રહેવાથી લોકોમાં ભારે ફફડાટ પ્રવર્તી રહ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY