જાપાનમાં ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા લોકોમાં નોંધનીય વધારો

0
36

ન્યુ દિલ્હી,તા.૧૫
જાપાન તેની ટેકનોલોજી અને જીવન પ્રણાલી માટે વિશ્વભરમાં જાણીતું છે. જેને હાલમાં જ આવેલા એક રિપોર્ટએ પુરવાર કર્યું છે. આ રિપાર્ટ અનુસાર જાપાનમાં સો વર્ષ કરતા વધારે જીવન જીવતા લોકોની સંખ્યા ૬૯,૭૮૫ નોંધવામાં આવી હતી. જેમાં ૮૮.૧ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. સરકારે આ પાછળનું કારણ આપતા જણાવ્યું દેશમાં સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો અને લોકોમાં તંદુરસ્તીને લઇને આવેલી જાગરૂકતા છે.
એક અહેવાલ મુજબ આ આંકડો ગત વર્ષ કરતા ૨,૦૧૪ વધારે છે અને છેલ્લા ૨૦ વર્ષની સરખામણીએ સાત ગણો છે.
૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય જીવતા લોકોના નોંધાયેલા આંકડામાં ૬૧,૪૫૪ મહિલાઓ છે જ્યારે ૮,૩૩૧ પુરુષોનો સમાવેશ થાય છે. આ પુરૂષોમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન યાસુહિરો નાકાસોને પણ સામેલ છે જેમણે મે મહિનામાં જ ૧૦૦ વર્ષ પૂરા કર્યા હતા.
જાપાનમાં ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આ બાબતે જાપાન સરકારે આશા જતાવી હતી કે આ પ્રણાલી યથાવત રહેશે.
નેશનલ ઇન્સીટીયુંટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશ્યલ સિકિયોરિટી રિસર્ચના અવલોકન મુજબ આગળના પાંચ વર્ષોમાં જાપાનમાં ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ઘરાવતા લોકોની સંખ્યા એક લાખને પાર થશે અને સદી સુધી ૧,૭૦,૦૦૦ ને પાર કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY