ન્યુ દિલ્હી,તા.૧૫
નન સાથે રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલે આખરે તપાસ પુરી ના થાય ત્યાં સુધી બિશપનુ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
ફ્રેંકો મુલકક્કલે ૧૯ સપ્ટેમ્બરે પોલીસ સામે હાજર થવાનુ છે ત્યારે તેમણે બિશપની જવાબદારી ડેપ્યુટી બિશપને સોંપી છે.આ પહેલા તેમણે કહ્યુ હતુ કે મેં બધુ ભગવાન પર છોડ દીધુ છે.જ્યાં સુધી તપાસ પુરી નહી થાય ત્યાં સુધી મેથ્યુ કોકક્ણમ બિશપ રહેશે.
કેરલમાં નન સાથે રેપ કરવાના આરોપસર બિશપ સામે પોલીસ કેસ થયો છે.આ મામલામાં બિશપ સામે કોઈ કાર્યવાહી નહી થઈ રહી હોવાનો આક્ષેપ નનોના સંગઠને કર્યા બાદ બિશપ ચર્ચામાં આવ્યા છે.આ મામલામાં કેરાલા પોલીસ પર કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યુ છે.
રેપનો ભોગ બનનાર નને તો વેટિકનને હસ્તક્ષેપ કરવાની પત્ર લખીને અપીલ કરી છે. બિશપે કહ્યુ હતુ કે હું નિર્દોષ છું અને મને ફસાવવામાં આવી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



