ન્યુ દિલ્હી,તા.૨૯
કશ્મીર ઘાટીમાં ભારતીય સુરક્ષાકર્મીઓ પર કરવામાં આવી રહેલા સ્નાઈપર એટેકની ઘટનાઓ વધી રહી છે. સ્નાઇપર એટલે કે, એવા બંદુકધારી નિશાનેબાદ જે ગુપ્ત જગ્યાએ છુપાઈને હુમલો કરે છે.આ મામલે આર્મી ચીફ બિપિન રાવતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. જાકે સૈનિકો પર થઈ રહેલા કથિત સ્નાઇપર્સ એટેકમાં હજુ સુધી કોઈ હથિયાર જપ્ત કરવામાં આવ્યું નથી.
વધુમાં આર્મી ચીફે જણાવ્યું કે, જમ્મુ કશ્મીરમાં આપણા જવાનો સાથે દુર્ઘટનાઓ વધી રહી છે. જેમાં સ્નાઇપર એટેકની સંડોવણી છે કે નહીં તે અંગેની તપાસ ચાલી રહી છે.
મહત્વનું છે કે, ભારતીય સેના સ્નાઇપર એટેકના રુપમાં એક નવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. છેલ્લા એક મહિના દરમિયન સેનાના ત્રણ જવાન સ્નાઇપર એટેકમાં શહીદ થઈ ચૂક્્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



