કેવડિયા કોલોની ખાતે બની રહેલા શ્રેષ્ઠ ભારત ભવન ના નિર્માણ માં ફરી વિઘ્ન,..

0
32

સરકારે સરમુખત્યાર શાહી લાદી પાંચ પરીવારો વિરોધ ના કરે એ માટે 100 થી વધુ પોલીસ કાફલો બુલ્ડોઝર લઈ ધસી આવી, બિજે દિવસે પણ વિરોધ જારી..


રાજપીપળા: નર્મદાના કેવડીયા ખાતે 278 કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહેલ શ્રેષ્ઠ ભારત ભવન સામે સ્થાનિક મહીલાઓએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો.અને ચાલી રહેલા કામને આજે અટકાવી દીધુ હતુ. પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેકટ અંતર્ગત પ્રવાસીઓને રહેવા માટે એક 378 રૂમની થ્રી સ્ટાર હોટેલનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલના જીવન પર પ્રદર્શન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં નિર્માણ સમયે સમગ્ર ભારતમાંથી માટી તેમજ લોખંડ મંગાવવામાં આવ્યુ હતુ. તે તમામ અહિયા પ્રદર્શનમાં મુકાશે.આ સમગ્ર ભારત ભવન 10 એકરમાં નિર્માણ પામવાનું છે. કેવડીયા ગામની જમીનમાં આ નિર્માણ થનાર છે ત્યારે નિર્માણ સ્થળની આજુ બાજુના 5 કુટુંબો ના ખેતર પણ આ સ્થળે આવેલા છે અહીં તેમની ખેતી પણ હતી ત્યારે આ જગ્યા સાફ કરવા જેસીબી સાથે ટીમ પહોંચતા ગ્રામજનો ત્યા પહોંચી ગયા હતા અને પહેલા આ ભરત ભવન ની જગ્યા માટે જેને જમીન આપી હોય તેને સામી બીજી જમીન આપો તેમ કહીને હાય હાય નાં નારા લગાવ્યા હતા અને વહીલી તકે નિકાલ લાવવાની માંગ કરી કામ બંધ કરાવ્યુ હતુ. પોલીસ સાથે ઘર્ષણ થતા 25 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કરી રાજપીપળા હેડક્વાટર જીતનગર ખાતે લઈ જવામા આવ્યા હતા, આજની લોકશાહીીમા આ ભાજપ સરકાર સરમુખત્યાર શાહી અપનાવી ખેડુતોની જમીનો એક્વાયર કર્યા બાદ હેતુ ફેર કરી ને ભારત ભવન બનાવે છે છતા આ ખેડુતોને કોઇ સહાય આપવામા આવી નથી. છતા વિરોધ કરતા જેમને અટકાવવા મા આવી રહ્યા છે. ગ્રામજનો એ વિરોધ કરતા પોલીસવડા એ મોટી સંખ્યામાં પોલિસ ખડકી કામ ચાલુ કરાવ્યું હતું હાલ કેવડીયા ASP અચલ ત્યાગી, ડીવાયએસપી રાજેશ પરમાર, સહીત LCB, SOG, ડેમ સુરક્ષા, સીપીઆઇ કેવડીયા અને અન્ય પોલીસ સ્ટેશનનો કાફલો ત્યા પહોંચી ગયો છે . બાદમાં નિગમ સાથે આગેવાનોની બંધ બારણે બેઠક પણ યોજાઇ હતી જો કે કોઇ પણ નિષ્કર્ષ નિકળ્યો ન હતો જોકે આ ગ્રામજનો વિરોધના મૂળ માં છે અને સરકારદ્વારા યોગ્ય નિર્ણય નહીલેવાય ત્યાં સુધી વિરોધ કરીશું નું રટણ કરી રહ્યા છે.

અમારી જમીન જે શ્રેષ્ઠ ભારત ભવન માં જાય છે અને અમારી ઉગેલા પાક ને પણ બુલડોઝર ફેરવી નાખ્યું આજે અમે રોજગારી ક્યાં મેળવવા જઇયે અમને જમીન સામે જમીન જોઈએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશુ, અમારી સોના જેવી જમીનો લઈ લિધિ એટલે સામે અમને જમીન, ધંધો રોજગાર કરવા પ્લોટ, નોકરી આપો જેવી માંગ કરીએ છે>>. જ્યોત્સના તડવી – ( સ્થાનિક પરિવારી ની સભ્ય)

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY