અવિરત વરસાદથી નવસારી જળબંબાકાર, શાળાઓમાં રજા જાહેર કરાઈ

0
11

સુરત,તા.૧૧
દક્ષિણ ગુજરાતમાં અવીરત મેઘધારા થઈ રહી છે. હવામાન વિભાગની આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત નજીક મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. તો નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
થોડા વિરામ બાદ સુરતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાપીમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવામાં છે. અહીં છેલ્લા ૮ જ કલાકમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાંકાનેર ગામે વરસાદના પગલે તલાવડી વિસ્તારમાંથી પસાર ખાડી પાણીથી છલકાઈ ગઈ હતી. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં. સુરત જિલ્લામાં ૬ કલાકમાં ૧૪ મીમી વરસાદ ખાબક્્યો છે. મોડી રાતથી મેઘરાજાનું જિલ્લામાં આગમન થયું છે.
નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સૌથી વધુ ૭.૦૩ ઈંચ વરસાદ નોધાયો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. અધિકારીઓએ કાર્યક્ષેત્રની મુલાકાત લેવા સૂચના અપાઈ છે. તેમજ વરસાદની માહિતી અંગે કલેક્ટર કચેરીએ જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા જણાવવામાં આવ્યું છે. મામલતદાર, પ્રાંત અધિકારી અને ્‌ર્ડ્ઢંને સંપર્કમાં રહેવા અને ચીફ ઓફિસરોને પાણી ભરાતા વિસ્તારની મુલાકાત લેવા કહેવાયું છ્‌હે.
વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ યથાવત છે. અહીં છેલ્લા ૮ કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જે હાલ ઓસરી રહ્યા છે. અને જનજીવન રાબેતા મુજબ થઈ રÌšં છે. જાકે, વરસાદમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY