જસદણ પેટા ચૂંટણી : બાવળિયાએ પત્ની, નાકિયાએ કોળી આગેવાનના નામે ડમી ફોર્મ ભર્યા

0
8

જસદણ,તા.૪
જસદણ વિધાનસભા-૭૨ મતવિસ્તારની આગામી તા.૨૦ના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. જેમાં ૭ પક્ષના અને ૧૨ અપક્ષ ઉમેદવારો દ્વારા ૨૫ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેની મંગળવારે જસદણ ચૂંટણી અધિકારી એ.એચ.ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે અને બે ઉમેદવારોન ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પક્ષમાંથી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા અને તેમના પત્ની પારૂલબેન(બન્ને મું.અમરાપુર) દ્વારા ડમી ફોર્મ ભરવામાં આવ્યું હતું. પારૂલબેનનું ફોર્મ પાછુ ખેંચવામાં આવ્યું છે. ભારતીય :રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે અવસરભાઈ કાનજીભાઈ નાકીયા(મું.આસલપુર) અને નાથાભાઈ કુરજીભાઈ વાસાણી(અમરાપુર) દ્વારા ડમી ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં નાથાભાઇનું ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા(મુ.ભાવનગર), નવીન ભારત નિર્માણ મંચમાંથી દિનેશભાઈ શનાભાઈ પટેલ(મું.આણંદ), ગુજરાત જન ચેતના પાર્ટીમાંથી વાલજીભાઈ મેઘજીભાઈ ઝાપડીયા (મું.ખાંડા હડમતીયા)
જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ પોતાના ડમી ઉમેદવાર તરીકે તેમના પત્ની પારૂલબેનના નામે ડમી ફોર્મ ભર્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ પોતાના ડમી ઉમેદવાર તરીકે નાથાભાઈ વાસાણીનું ડમી ફોર્મ ભરતા બન્ને પક્ષે પાટીદારો નારાજ થયા છે. જા કુંવરજી બાવળીયાએ તેના પત્નીના નામે અને અવસર નાકીયાએ તેના કોળી સમાજના આગેવાનના નામે ફોર્મ ભર્યા છે તો શું બન્ને ઉમેદવારોને પાટીદારોના મતની જરૂર નથી તેવું પાટીદારોમાં ચર્ચાઈ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY