ઈન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી

0
7

પીએનબી બેન્કના ૧૧૪૦૦૦ કરોડ રૂપિયાનો મુખ્ય સૂત્રધાર છે ચોકસી
ન્યુ દિલ્હી,તા.૧૩
પંજાબ નેશનલ બેંકનના ૧૧૪૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી મેહુલ ચોક્સીની વિરુદ્ધ પંજા કસતા ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી દીધી છે. આ નિર્ણય ઈન્ટરપોલ સીબીઆઈના અનુરોધ કરવાથી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ PNBની ગેરન્ટી પર પૈસા લીધા હતા. એ પૈસાને પાછા આપવામાં નિષ્ફળ નિવડ્યાં હતા. મેહૂલ ચોક્સી સંબંધમાં નીરવ મોદીના મામા થાય છે. PNBથી નીરવ મોદીએ ૨૦૦૦ કરોડ અને મેહૂલ ચોક્સીએ ૯૦૦૦ કરોડ રૂપિયા લીધાં હતા.
બંને વિદેશોમાંથી કાચા હીરા આયાત કરવાનો વેપાર કરે છે. એક કરોડનો ચેક બાઉન્સ થવાના મામલે પાછલા વર્ષે મેહુલ ચોક્સીને ભાગેડું ઠેરવવામાં આવ્યા હતા. PNB સ્કેમમાં કાર્યવાહી કરતા ઈડીને ચંદીગઢમાં ગીતાંજલીના આઉટલેટ પર પણ છાપા મારવામાં આવ્યો હતો. જેમાં ટૂકડીએ કિંમતી ઘડિયાળો અને ઘરેણાંઓ જપ્ત કર્યા હતા.
મેહુલ હાલમાં એન્ટીગામાં રહે છે. તેમણે વર્ષ ૨૦૧૭માં ત્યાંની નાગરિકતા લીધી હતી. કેટલાંક સમય પહેલા મેહુલ ચોક્સીએ ભારત પાછા ન ફરવા માટે અનેક બહાના બનાવ્યા હતા. તેમણે કહ્યું કે ત્રણ મહીના સુધી ભારત નહિં આવી શકે. તેમણે વકીલને મુંબઈની એક અદાલતને જણાવ્યું હતું કે ચોક્સી પ્રવાસ ખેડવા માટે પૂર્ણ રીતે સ્વસ્થ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY