સોમનાથમાં લગાવાઇ ૬૦૦ સોલાર પેનલો, વિજબીલમાં દોઢ લાખની રાહત

0
7

સોમનાથ,તા.૪
યાત્રાધામ સોમનાથના અતિથી ગૃહોમાં ૮૫ લાખના ખર્ચે ૬૦૦ જેટલી સોલાર પેનલો લગાવાઇ છે. જેથી સોમનાથ ટ્રસ્ટના વિજબીલમાં દોઢ લાખની રાહત મળે છે. તેમજ વઘુ વિજળી ઉત્પાદન કરતાં વિજ વિભાગ પાસેથી પ્રતી માસ દસ હજાર પણ મેળવશે.
દેશના પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ યાત્રાઘામમાં ટુરીસ્ટો વધ્યા છે. જેથી આવક પણ વધી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હવે સૌરઊર્જાનો ઊપયોગ પણ શરૂ કર્યો છે. ટ્રસ્ટના મહત્વના અતીથીગૃહો પર વપરાતા વીજ વપરાશમાં હવે સૌરઊર્જા પણ સામેલ કરવામાં આવી છે.
યાત્રાઘામ સોમનાથમાં સોલાર પ્રોજેકટ અંગે માહીતી આપતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે યાત્રાઘામ વિકાસ બોર્ડના સહકારથી સોમનાથ મંદીર ટ્રસ્ટના લીલાવતી, માહેશ્વરી સહીતના અતિથી ભવનોમાં અંદાજે ૮૫ લાખના ખર્ચે ૬૦૦ જેટલી સોલાર પેનલ લગાવવામાં આવી છે.
ખાસ કરીને આ સોલાર ઉર્જાથી સોમનાથ મંદીર ટ્રસ્ટના અતિથીગૃહોનું જે પાંચ લાખ જેવું વિજબીલ આવતું હતુ તેમાં હાલ દોઢ લાખ જેવી રકમનો ફાયદો થઇ રહ્યો છે.
તેમજ સોલાર પ્રોજેકટની યોગ્ય જાળવણીના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતી માસ વઘારાની વિજળીનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. જે વિજળી વિજ વિભાગને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જેના દ્વારા પ્રતી માસ સોમનાથ ટ્રસ્ટને દસેક હજારનું વળતર પણ મળી રહ્યું છે. એટલે કહી શકાય કે સોલાર પ્રોજેકટ થકી વિજબીલમાં રાહત તો મળી સાથે સાથે વિજ ઉત્પાદનની આવક પણ સોમનાથ ટ્રસ્ટને થવા લાગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY