ભાજપ નેતા કુંવરજી બાવળિયાની હાજરીમાં જ ભાજપ નેતાએ બાફ્યુ
રાજકોટ,તા.૨૨
જસદણની પેટા ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે પ્રતિષ્ટાનો પ્રશ્ન બની ગયો છે. આ માટે ભાજપ જમીન આસમાન એક કરી રહી છે. કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હોવાથી અહીં ભાજપે તેમના ઉમેદવાર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જીત અપાવવી સહેલી નથી. બીજી તરફ કુંવરજીભાઈને પક્ષ પલટા બાદ કેબિનેટ મંત્રી સુધીનું પદ મળી જતા બીજેપીના અનેક કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જાવા મળી રહી છે.
આ માટે પેટા ચૂંટણીમાં બીજેપીના અમુક નેતાઓ કુંવરજીભાઈને હરાવવા માટે પણ પ્રયાસો કરે તેવો ડર પણ પક્ષને સતાવી રહ્યો છે. બીજી તરફ કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચુકેલા ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી બાફી નાખતા કોંગ્રેસના રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી હતી.
કુંવરજીભાઈની હાજરીમાં ભરત બોઘરાએ મંચ પરથી પ્રવચન આપતા કહ્યું હતુ કે, “કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવાના છે. જેવી રીતે મને જસદણની જનતાએ મને પ્રેમ આપ્યો હતોએવો જ પ્રેમ આપવાનો છે. હવે હું અને કુંવરજીભાઈ ભેગા થયા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક મોટી તાકાત ઉભી થઈ છે. આપણને આટલા મોટા નેતા મળ્યા છે. હું કાયમ કોંગ્રેસને કહું છું કે તમને નેતાની કિંમત કરતા જ નથી આવડતી અને ભારતીય જનતા પાર્ટી નેતાઓને ખભે બેસાડીને ફરે છે. તમે કુંવરજીભાઈ જેવા નેતાની ૨૫ વર્ષની કારકિર્દીની કદર નથી કરી. અમને આ માણસની તાકાતની ખબર છે, માટે જ અમે તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. લોકશાહીના આ યજ્ઞમાં ૯૦ ટકા મતદાન કરાવવાની જવાબદારી તમારા બધા લોકોની છે. અહીંથી કોંગ્રેસના રેકોર્ડ બ્રેક મતો નીકળવા જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




