પૂર્વ મેયર અશોકા ડાંગર અને શ્યામજી ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

0
20

પ્રભારી સાતવ અને ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
અમદાવાદ,તા.૧૪
પૂર્વ મેયર અશોક ડાંગર અને શ્યામજી ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભારી સાતવ અને પ્રમુખ ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. બન્ને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ છે. અશોક ડાંગરનું માનીએ તો ભાજપમાં તેમની અવગણના થતી હતી. જેથી તેમણે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જો કે, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સોમાભાઈ કોંગ્રેસમાં જોડાયા છે.
તો આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, બે આગેવાનો સાથે અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તો કોંગ્રેસમાં જાડાયા બાદ શ્યામજી ચૌહાણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપમાં ધારાસભ્યોના સારૂ મંત્રીપદ અપાતું નથી.
સાથે જણાવ્યું કે તાલુકા જિલ્લા પંચાયતમાં પણ કોળી સમાજના નેતાઓ સાથે અન્યાય થાય છે. શામજી ચૌહાણે કુંવરજી બાવળિયા પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના નેતાને લઈ જઈને ભાજપે મંત્રી બનાવ્યા છે. આગામી ચૂંટણીમાં જોવા મળશે કે સમાજ કોને વિજેતા બનાવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જે દરમિયાન શામજી ચૌહાણ અને અશોક ડાંગરે પણ નિવેદન આપ્યું હતું.

રાજકોટમાં દરરોજ એક હત્યાઃ અશોક ડાંગર
મોદીના કહેવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અશોક ડાંગરે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “મોદીના વિકાસની વાતોમાં અનેક ઓબીસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બક્ષીપંચમાં આવતા લોકોનો વિકાસ થયો નથી.” રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, “રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ શહેરમાંથી આવે છે તો પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરમાં દરરોજ એક એટલે કે ૩૬૫ દિવસમાં ૩૬૫ હત્યા થાય છે. સાબરમતી નદીમાં મોદી માટે સી-પ્લેન ઉડાવવામાં આવ્યું હોવાથી રાજકોટને નર્મદાનું પાણી મળ્યું ન હતું.”

ભાજપ સરકાર ખેડૂતો માટે ગંભીર નથીઃ શામજી ચૌહાણ
ભાજપમાંથી કોંગ્રેસને ખેસ ધારણ કરનાર શામજી ચૌહાણે બીજેપી સરકાર પર અનેક મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “ભાજપે બક્ષીપંચ સમાજ માટે કંઈ જ કર્યું નથી. વિકાસની માત્ર વાતો જ થાય છે પરંતુ હકીકતમાં વિકાસ થતો નથી.” ખેડૂતોના પ્રશ્ને બોલતા ચૌહાણે જણાવ્યું કે, “સીએમને અનેક વખત રજુઆત કરવામાં આવી છતાં ખેડૂતોને પાક વીમાની રકમની ચુકવણી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે બિલકુલ ગંભીર નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY