આગામી દિવસોમાં પાર્ટી પ્લોટ ધારકોએ જાતે કન્ટેનર ખરીદવા પડશે

0
496

સુરત,
સુરત મ્યુનિ.ની આવક મર્યાદિત થતાં ખર્ચમાં કાપ મુકવા સાથે મ્યુનિ. તંત્રએ વધારાની જવાબદારીથી દૂર જવાનો નિર્ણય કરી લીધો છે. અત્યાર સુધી મ્યુનિ. વિસ્તારમાં મેરેજ હોલ અને પાર્ટી પ્લોટમાં કચરાના નિકાલ માટે મ્યુનિ. તંત્ર કન્ટેનર આપીને તેને લિફ્ટીંગનીકામગીરી કરતી હતી. પરંતુ હવે મ્યુનિ. તંત્રએ પાર્ટી પ્લોટ, મેરેજ હોલ ધારકોએ જાતે કન્ટેનર વસાવવા પડે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. 2019માં કન્ટેનરની કામગીરી શરૂ થાય ત્યાં સુધી કન્ટેનર લિફ્ટીંગમાં મ્યુનિ.ના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં લગ્ન વાડી, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ વિગેરે જગ્યાએ વિવિધ પ્રસંગો દરમયિાન ભેગા થતાં કચરાના નિકાલ માટે કન્ટેનર લિફ્ટીંગ માટેના  ચાર્જમાં વધારો કરવાનું  નક્કી કર્યું છે.   આગામી સ્થાયી સમિતિની બેઠકમાં કચરાના કન્ટેનરના નિકાલ માટે હાલ 500 રૂપિયાનો ચાર્જ છે. તેને વધારીને 1550 કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તેના પર નિર્ણય કરાશે. આ ઉપરાંત વિવિધ વાડી, હોલ કે પાર્ટી પ્લોટને કન્ટેનર મ્યુનિ. તરફથી આપવાની નીતિ પણ બંધ કરવામાં આવશે. 1-4-2019થી સુરત મ્યુનિ. વિસ્તારમાં આવેલા હોલ, પાર્ટી પ્લોટ વાડી વિગેરેએ મ્યુનિ.એ આપેલી ડિઝાઈન પ્રમાણેના કેન્ટેનરની ખરીદી કરવાની રહેશે. આ કન્ટેનર લિફ્ટીંગ માટેનો ચાર્જ મ્યુનિ. તંત્ર પ્રતિ કન્ટેનર દીઠ એક હજાર વસુલશે. આ પ્રકારની દરખાસ્ત હાલમાં સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં પાર્ટી પ્લોટ ધારકોએ જાતે કન્ટેનર ખરીદવા પડે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY