શ્રીનગર,તા.૨૫
જમ્મ-કાશ્મીરના કુપવાડામાં કંટ્રોલ લાઇન પાસે બે જગ્યાઓ પર બારૂદના સુરંગ વિસ્ફોટ થયો જેમાં એક જવાન શહિદ થયો છે. તેમજ આ વિસ્ફોટમાં એક જવાન ઘાયલ થયો છે. જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આ વિસ્ફોટ થયો. વિસ્ફોટની બંન્ને ઘટના કુપવાડાના કેરન સેક્ટરમાં થઇ છે.
પોલીસ અધિકારીના મતે ગૌરાંગ નામના એક ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. પહેલો વિસ્ફોટ ગોગલદરા વિસ્તારમાં થયો જ્યારે બીજા વિસ્ફોટ બલબીર ચોકી પાસે થયો. આ અગાઉ પણ આ પ્રકારનો એક વિસ્ફોટ થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





