ઈસ્લામાબાદ,તા.૨૫
પાકિસ્તાનમાં નવી બનેલી ઈમરાનખાન સરકારે ખર્ચાઓ ઓછા કરવાના ભાગરુપે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત સરકારના ઉચ્ચાધિકારીઓ તેમજ નેતાઓની ફર્સ્ટ ક્લાસમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મુકી દીધો છે.
આજે પાકિસ્તાન સરકારના સૂચના મંત્રી ફવાદ ચૌધરીના કહેવા પ્રમાણે ઈમરાખાનની અધ્યક્ષતામાં મળેલા મંત્રી મંડળની બેઠકમાં ઉપરોક્ત નિર્ણ લેવામાં આવ્યો હતો.
જે પ્રમાણે હવે વડાપ્રધાન, રષ્ટ્રપતિની સાથે સાથે ચીફ જસ્ટીસ, પાકિસ્તાન સેનેટ ચેરમેન્, નેશનલ એસેમ્બલીના સ્પીકર અને મુખ્યમંત્રીઓ ફર્સ્ટ ક્લાસની જગ્યાએ બિઝનેસ ક્લાસમાં જ મુસાફરી કરશે.
આ ઉપરાંત મંત્રિમંડળ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓના વ્યક્તિગત ખર્ચાઓ માટે પૈસાની ફાળવણી પર રોક લગાવી દેવાઈ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




