હાર્દિક-રાહુલ વિવાદ મામલે લોકો ઓવરરિએક્ટ ન કરેઃ રાહુલ દ્રવિડ

0
18

ન્યુ દિલ્હી,તા.૨૨
હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિવાદને લઇને ચારેય બાજુથી લોકો નિવેદન આપી રહ્યા છે હાર્દિક-રાહુલ દ્વારા કરણ જાહરના શા કાફી વિથ કરણમાં મહિલાઓને લઇને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી જેને લઇને બન્ને ખેલાડીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તથા આ બન્ને ખેલાડીઓ પર હાલમાં ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ કરવા માટે સુપ્રીમ દ્વારા લોકપાલની નિયુક્તી કરવાની રાહ જાવાઇ રહીં છે.
જ્યારે હાર્દિક અને રાહુલના વિવાદને લઇને રાહુલ દ્રવિડ પણ સામે આવ્યા છે. જે પ્રમાણે રાહલે નિવેદન આપ્યું છે તેને જાતા લાગે છે કે રાહુલ દ્રવિડ પણ આ ખેલાડીઓના પક્ષમાં વિચારી રહ્યા છે. હાર્દિક-રાહુલ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા રાહુલ જણાવે છે કે આ બન્ને ખેલાડીઓએ જે ભૂલ કરી છે તેને લઇને લોકોએ ઓવરરિએક્ટ ન કરવું જાઇએ. એવું નથી કે ભૂતકાળમાં કોઇ ખેલાડી દ્વારા ભૂલ કરવામાં જ નથી આવી અને એવું પણ નથી કે યુવા ખેલાડીઓના માટે ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન કરે તે માટેના પગલા લેવાથી તેઓ ભૂલ નહીં કરે, પરંતુ આ મામલે આપણે લોકો જરૂરત કરતા વધારે પ્રતિક્રિયા આપી રહ્યા છીએ.
દ્રવિડનું કહેવું છે કે ભારતીય ટીમમાં ખેલાડીઓ અલગ-અલગ ટીમમાંથી આવતા હોય છે અને તેમના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. વિવાદ તો હંમેશાં આવતા રહશે અને એટલા માટે જ તેમણે શિક્ષિત કરવાની જરૂર છે. ખેલાડીઓને એ વાત સમજાવી જરૂરી છે કે તેઓ ટીમમાં રહીં ટીમ સાથે દુરવ્યવહાર ન કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY