નેત્રંગના કોડવાવ ગામમાંથી રૂ.૨૬.૨૫૯ વિદેશી દારૂનો જથ્થો પકડાયો.

0
143

ભરૂચ પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ નેત્રંગના કોડવાવ ગામમાંથી રૂ.૨૬.૨૫૯ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો,જેમાં પોલીસતંત્રને મળેલ બાતમીના આધારે પુરતા પોલીસબંદોબસ્ત સાથે રેડ કરતાં ખેપિયાના ઘરના આગળના ભાગે ઘાસના પુડામાં સંતાડેલો દારૂનો જથ્થો કબજે કયૉ હતો,જ્યારે ખેપિયો ફરાર થઇ જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ,એન,બારીયાને નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના પ્રકાશભાઇ રામસિંગ વસાવાની ઘરના આગળના ભાગે મુકેલ ઘાસના પુડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી સાંપડી હતી,જેથી નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કોડવાવ ગામે રેડ કરી હતી,જેમાં બાતમી મુજબ જ ખેપિયાના ઘરના આગળના ભાગે મુકેલ ઘાસના પુડામાં વિદેશી દારૂના કવોટર નંગ ૩૫૦ જેની કિંમત ૨૬,૨૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો,જ્યારે ખેપિયો પોલીસને ચકમો આપી ફરાર થઇ જવા પામ્યો હતો,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી ફરાર ખેપિયાને પકડવાના ચક્રોગતિમાન કયૉ હતા.

રીપોટર :-દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY