સાંથળી,તા.૧૯
ગુજરાતમાં ઘણા તાલુકા અને જિલ્લામાં પાણીની અછતની સમસ્યા સર્જાય રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ બાજુ પાણીની વધુ તંગી ઉભી થઈ છે. ત્યારે બનાસકાંઠાના કેટલાંક જિલ્લાઓમાં કેનાલમાં ખાડો પડવાની ઘટનાઓ આવી રહી છે. ઉત્તર ગુજરાતના પાટણમાં રાધનપુર પાસેથી જતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંથળી ડિસ્ટ્રીબ્યુટરના જાવંત્રી ગામની નજીક આવેલી કેનાલમાં ૮ ફૂટ જેટલો મોટો ખાડો પડ્યો છે. કેનાલમાં આટલો મોટો ખાડો પડવાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. કેમ કે, કેનાલ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી કેનાલમાં ખાડો પડ્યો છે તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.
કેનાલમાં ખાડો પડવાને કારણે ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાન થતા ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે. કેમ કે, ૪ એકર જીરાના વાવેતર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું તેથી જીરાના પાકને નુકસાન થયું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. તેમજ તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કેનાલમાં ઘણી વખત ગાબડા પડતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં થોડા સમય પહેલા પાટણના હારમીરપુર પાસે આવેલી કેનાલમાં ગાબડું પડવાને લીધે આસપાસમાં ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




