ઓસામાના નામથી ભડકિયા ટ્રમ્પ, કહ્યું : પાક. અમેરિકા માટે કોઈ કામ નથી કરતું

0
118

વોશિંગ્ટન,તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરીથી પાકિસ્તાન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ રવિવારે પાકિસ્તાનની સૈન્ય સહાયને અટકાવવાના તેમના તંત્રના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા માટે કોઇ કામ નથી કરતું. સાથે આતંકવાદીઓ અંગે પાકિસ્તાનની મદદને લઇને ટ્રમ્પે જણાવ્યું કે ત્યાંની સરકારે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને છુપાવવામાં મદદ કરી હતી.
અહેવાલો અનુસાર, ટ્રમ્પે એક ઇન્ટરવ્યુ દરમિયાન લાદેન અને પાકિસ્તાનના એબટાબાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જરા વિચારો, પાકિસ્તાનમાં રહેવું, પાકિસ્તાનમાં સારી રીતે રહેવું, મને લાગે છે કે તેણે આ એક સારી જગ્યા શોધી હતી. પરંતુ પાકિસ્તાનમાં લશ્કરી એકેડેમીની બાજુમાં જ રહેવું, પાકિસ્તાનના દરેક વ્યકિત બર હતી કે તે ત્યાં હતો અને અમે દર વર્ષે પાકિસ્તાનને ૧.૩ અબજ ડોલર આપતા હતા, લાદેન પાકિસ્તાનમાં રહી રહ્યો હતો અને અમે પાકિસ્તાનને ટેકો આપી રહ્યા હતા. ‘
ટ્રમ્પે આગળ જણાવ્યું કે અમે તેમને એક વર્ષમાં ૧.૩ અબજ ડોલર આપ્યા હતા, જે અમે હવે તેમને નથી આપી રહ્યા. મેં આ નિર્ણય લીધો કારણ કે તેઓ અમારા માટે કશું જ નથી કરતા. નોંધનીય છે કે અમેરિકા દ્વારા મળતી સહાય બંધ થઇ જવા બાદ પાકિસ્તાનની આર્થિક સ્થિ તિ વધુ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનના નવા નિયુક્ત વડાપ્રધાન ઇમરાન ખાન દેવા માટે સાઉદી અરેબિયાથી લઈને ચીનના ચક્કર લગાવી રહ્યા છે. ટ્રમ્પના તાજેતરના નિવેદન પછી, એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર વધુ સખ્તી લાવી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY