જય ભારત રીક્ષા એસોસિએશન દ્રારા ગોલ્ડન બ્રિજના મુદ્દે પુનઃ એક વખત જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર

0
554

ભરૂચ:
ભરૂચમાં નર્મદા નદી ઉપર નવા બની રહેલ બ્રિજની કામગીરીના ભાગ રૂપે ભરૂચ જિલ્લા મેજીસ્ટેટ દ્રારા એક જાહેરાતનામું બહાર પાડવામાં આવ્યું છે.કે બ્રિજની કામગીરીના લીધે ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ વિલ ગાડીઓ જ પસાર થઈ શકશે.જેના કારણે રીક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.જે અંગે જય ભારત રીક્ષા એસોસિએશન દ્રારા અગાઉ પણ રીક્ષા ચાલકોને આવેદનપત્ર આપી ગોલ્ડન બ્રિજ પરથી રીક્ષા ચાલકોને જવાની પરવાનગી માંગવામાં આવી હતી.પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા હાલમાં ગોલ્ડન બ્રિજ પરથી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દોડતી ૫૦૦ થી વધુ રીક્ષા ચાલકો માટે તેઓની રોજી રોટી તેમજ આજુ બાજુના ગ્રામજનો અને વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ અને કોલેજ તેમજ શાળાએ આવતા વિદ્યાર્થીઓ ઉપર જેની સીધી અસર પડે તેમ છે.અને ભરૂચ અંકલેશ્વર ના ૫૦૦ રીક્ષા ચાલકોની રોજી રોટીના લીધે જો આ જાહેરાતનામાં કોઈ સુધારો નહીં કરવામાં આવે અને રીક્ષા ચાલકો અને મુસાફરોને પડતી હાલાકીને તાકીદે નિકાન નહિ કરવામાં આવે તો જય ભારત રીક્ષા એસોસિએશન દ્રારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી એસોસિએશન દ્રારા ઉચ્ચારવામાં આવી છે.
જે અંગેનું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગ્લે આપી રજૂઆતો કરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY