જયલલિતાના અંતિમ સંસ્કારમાં તમિલનાડુ સરકારે ૧ કરોડ ખર્ચ કર્યો

0
196

ચેન્નાઈ,તા.૨૨
તમિલનાડુ સરકારે ડિસેમ્બર ૨૦૧૬માં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના અંતિમ સંસ્કાર સમારોહમાં ૯૯.૩૩ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ખુલાસો હાલમાં જ દાખલ કરેલ એક આરટીઆઈમાં થયો છે. આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે, તમિલનાડુ સરકારે જયલલિાના ઈલાજ પર કોઈ ખર્ચ કર્યો નથી. જ્યારે એઆઈડીએમકેના પૂર્વ સર્વોચ્ચ નેતાના મૃત્યુ મામલે થયેલ તપાસ પર નાયબ મુખ્યમંત્રી ઓ નિરસેલ્વમ અને પાર્ટીના કેટલાક નેતાઓને શંકા ઉદ્ભવી હતી. જણાવી દઈએ કે જસ્ટિસ અરુમૂગાસ્વામીની કમિટી આ મામલાની તપાસ કરી રહી છે.
મદુરાઈના રહેવાસી સૈયદ થમીમે
આભાર – નિહારીકા રવિયા મૃત્યુના કારણોને જાણવા માટે આ આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં થમીમે સરકારને પૂછ્યું હતું કે, જયલલિતાના અંતિમ સંસ્કારમાં સરકારે કેટલો ખર્ચ કર્યો હતો. જેના પર રાજ્ય સાર્વજનિક સૂચના અધિકારીએ જણાવ્યું કે સરકાર તરફથી જયલલિતાના અંતિમ સંસ્કારમાં ૯૯.૩૩ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
થમીમે પૂછ્યું કે અપોલોમાં જયલલિતાના ઈલાજ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો તો, એમના ઉપચાર પર તમિલનાડુ સરકારે કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. જ્યારે અન્ય સવાલમાં અધિકારીને પૂછવામાં આવ્યું કે શું જયલલિતાનું મૃત્યુ ૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ જ થઈ ગયું હતું? કેમ કે અફવાહ હતી કે જયલલિતાનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું, પરંતુ સરકારે તેની ઘોષણા કરવામાં વિલંબ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY