મુંબઈ,તા.૨૨
એ.આર.મુરગોદાસે જયલલીતાની બાયોપિકનું પહેલું પોસ્ટર રિવીલ કર્યું છે. એ સાથે જ ફિલ્મનું ટાઇટલ આર્યન લેડી હોવાનું પણ સામે આવી ગયું છે. જાકે પોલિટીશ્યન પર અગાઉ ઇંગ્લેન્ડના વડાપ્રધાન માર્ગારેટ થેચરના જીવન પર બનેલી બાયોપિકનું ટાઇટલ પણ આર્યન લેડી જ હતું. જેમાં મેરિલ સ્ટ્રીપે લીડ રોલ પ્લે કર્યો હતો.
મુરગોદાસ સિવાય વધુ એક ડિરેક્ટર જયલલીતા પર બાયોપિક બનાવી રહ્યા છે, પરંતુ તેનું પોસ્ટર હજુ સુધી સામે નથી આવ્યું કે કોઇ વાત બહાર નથી આવી. તમિલ સિનેમામાં એવી અટકળો વહેતી થઇ છે કે વરલાક્ષ્મી સરથકુમાર આ ફિલ્મમાં જયલલીતાના કિરદારને ન્યાય આપશે.
આ ફિલ્મનું ડિરેક્શન પ્રિયદર્શની કરવા જઇ રહ્યા છે જેણે વરાલક્ષ્મી સાથે આ પહેલા પણ એક ફિલ્મ કરી હતી. જયલલીતા સાઉથની સૌથી મોટી એક્ટ્રેસ ઉપરાંત પોલીટીશ્યન હતી. ફેન્સમાં તે અમ્માના હુલામણા નામે પોપ્યુલર હતી. ઉપરથી રાજકીય ગતિવિધિવાળા તેના જીવનને પડદા પર જાવા માટે ફેન્સ પોસ્ટરથી જ ઉત્સુક થઇ ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





