પટના,તા.૨૯
દેશમાં પાંચ બુદ્ધિજીવીની થયેલી ધરપકડનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ,ભીમા કોરેગાંવ હિંસાથી જાડાયેલ ૫ મોટા બુદ્ધુજીવીની ધરપકડ મામલે વિવિધ રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયા આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જ્યારે એનડીએના સાથીપક્ષ જેડીયુના નેતા પવન વર્માએ આ મામલે અલગ અંદાજમાં નિવેદન આપ્યું છે પરંતુ એ ભાજપ સરકારનું સમર્થન કરતાં બચી રહ્યાં છે.
પવન વર્માએ કહ્યું કે, પાંચ બુદ્ધિજીવીની ધરપકડ મામલે ભાજપ સરકાર પુરાવા આપે, અન્યથા આ ધરપકડને ઈમરજન્સીમાં થયેલી કાર્યવાહી સમાન માનીશું. તેમજ ભાજપ સરકાર આ બુદ્ધિ જીવીઓ નક્સલી ગતિવિધિાં સામેલ હોવાના પુરાવા આપવામાં નિષ્ફળ રહેશે તો અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધનું પગલું માનવામાં આવશે.
પવન વર્માએ એમ પણ કહ્યું કે, જા પુરાવા આપવામાં નિષ્ફળ રહેશે તો એને બંધારણીય અધિકારનું હનન થતું હોવાનું માનવામાં આવશે.
બિહારની સત્તધારી પાર્ટી જેડીયુનું ભાજપ સાથે ગઠબંધન છે, એવામાં છેલ્લા કેટલાક સમયથી જેડીયુ દ્વારા ભાજપની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




