મહિલાના પેટમાં કાતર ભૂલી જનાર સિવિલના ત્રણ ડોક્ટર સામે ગુનો નોંધાયો

0
63

અમદાવાદ,
તા.૧૪/૪/૨૦૧૮

સિવિલના ડોક્ટરોની બેદરકારીથી મહિલાનું મોત…

શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પટલમાં ઓપરેશન સમયે મહિલા દર્દીના પેટમાં કાતર જ ભૂલી જવાના ચકચારી કિસ્સામાં શાહીબાગ પોલીસે ત્રણ ડોક્ટરોની વિરુદ્ધમાં બેદરકારીથી મોત નીપજાવવા બદલનો ગુનો દાખલ કર્યો છે. વર્ષ ર૦૧રમાં મહિલાના પેટમાંની ચાર કિલોની ગાંઠનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા હતા.

પાંચ વર્ષ સુધી મહિલાના પેટમાં કાતર રહી હતી. ત્યારબાદ તેમને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે એકસ-રે રિપોર્ટ કઢાવતાં પેટમાં કાતર હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પટલના તબીબોએ ફરીથી પેટની સર્જરી કરીને કાતર બહાર કાઢી હતી, જાકે મહિલાનું મોત થયું હતું.

વોરા જનરલ હોસ્પટલના ડોક્ટર ચેતનકુમારે જીવીબહેનના પેટનાં સોનોગ્રાફી અને એક્સ-રે કરાવવાનું કહ્યું હતું. જીવીબહેને ઓમ ડાયગ્નોસ્ટક સેન્ટરમાં જઇને એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યાં હતાં. ડો. સ્નેહલ ચૌહાણે રિપોર્ટ જાઇ તેમના પેટમાં કાતર હોવાનું જણાવ્યું હતું.

જીવીબહેનના મોત બાદ હોસ્પટલમાં ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. શાહીબાગ પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને જીવીબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સિવિલે આપેલા રિપોર્ટના આધારે ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવાની બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY