રાહુલ ગાંધી રાવણ અને પ્રિયંકા ગાંધી શૂર્પણખાઃ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ

0
11

ઉત્તરપ્રદેશના ભાજપ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન
લખનૌ,તા.૩૦
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં થયેલી સત્તાવાર એન્ટ્રી બાદ ભાજપના નેતાઓ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.
યુપીમાં પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શૂર્પણખા સાથે કરી છે.
સુરેન્દ્રસિંહે કહ્યું હતુ કે જ્યારે રામ અને રાવણનુ યુધ્ધ થવાનુ હતુ તે પહેલા રાવણે પોતાની બહેનને મોકલી હતી.મોદી રામની અને રાહુલ રાવણની ભૂમિકામાં છે.રાહુલે પોતાની શૂર્પણખા બહેનના રુપમાં પ્રિયંકાને મેદાનમાં ઉતારી છે.
સુરેન્દ્રસિંહે વધુમાં કહ્યું હતુ કે એમપી અને રાજસ્થાનમાં એસસી અને એસટી એક્ટના કારણે કોંગ્રેસ ચૂંટણી જીતી છે.પણ હવે કોઈ કોંગ્રેસને ભાવ આપવાનુ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધીને માનસિક રીતે અસ્થિર ગણાવ્યા હતા તો કૈલાસ વિજયવર્ગીયે કહ્યું હતુ કે ચોકલેટી ચહેરાથી ચૂંટણી જીતાતી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY