જેસલપોરના મહિલા તલાટી પી.એચ.ડી થવા છતા આદિવાસી વિસ્તારમાં સેવા માટે પ્રોફેસરની નોકરીને તિલાંજલિ આપી

0
125

સાબરકાંઠાના ઇડરથી  આદિવસી નર્મદા જિલ્લાને પસંદ કરી તલાટી કમ મંત્રી તરીકે હાજર થયા.

રાજપીપલા:

મહિલાઓ ને પુરુષ સમોવડી ગણવામાં આવે છે અને આજના પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓ શિક્ષિત બની પુરુષો કરતા આગળ નીકળી રહી છે ત્યારે સાબરકાંઠા ના ઇડર તાલુકાના અરોડા ગામની યુવતી નીતાબેન એમ. પટેલ અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ. પછી એમ.એ. થયા બાદ ઇડર અને ખેડબ્રમ્હામાં આર્ટ એન્ડ સાયન્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા જેમાં તલાટીની ભરતીની પરીક્ષામાં પાસ થતા આદિવાસી વિસ્તારમાં સેવાની ભાવનાને લઈને નર્મદા જિલ્લો પસંદ કર્યો અને એક વર્ષ પહેલા જેઓ જેસલપોર ખાતે તલાટી કમ મંત્રી તરીકેની ફરજ પર જોડાયા, નોકરીની સાથે આભ્યાસ પણ ચાલુ રાખ્યો અને પ્રાંતિજની પ્રિન્સિપાલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વસિટીમાંથી પ્રોફેસર ડૉ.કામેશ પ્રસાદના માર્ગદર્શન હેઠળ ” મેઝર નોવેલ્સ ઓફ થોમસ હાર્ડી એન્ડ પન્નાલાલ પટેલ ”  કમ્પૅરિટીવ સ્ટડી પર પીએચડી થયા જેમને તાલુકા વિકાસ આધિકારી એમ.એન.વસાવા તથા પંચાયતના કર્મચારીઓ અને પદાધિકારીઓએ અભિનંદન આપ્યા અને જેમના વિચારોને પણ આવકાર્યા હતા.

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY