આવતાં વર્ષે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે; જેટલી

0
26

ન્યુ દિલ્હી,તા.૧૪
કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલીએ વિશ્ર્વાસ વ્યક્ત કરતાં કહ્યુ કે જા અર્થવ્યવસ્થાનો વિકાસ દર અનુમાન અનુસાર રહ્યો તો ભારત આવનારા પાંચ વર્ષમાં બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જા કે તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમત અને ગ્લોબલ ટ્રેડ વોર ભારત માટે પડકાર બની શકે છે.
‘ગ્રામીણ ભારતને કોંગ્રેસે આપ્યા નારા, વડાપ્રધાન મોદીએ આપ્યા સંશાધન’ શીર્ષકવાળી પોતાની ફેસબુક પોસ્ટમાં જેટલીએ કહ્યુ કે જા અનુમાન અનુસાર દેશનો વિકાસ દર રહ્યો તો આવનારા પાંચ વર્ષ આપણે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું. છેલ્લા ચાર વર્ષથી ભારત દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનેલું છે. આવનારા એક દેશકા સુધી દેશનો ઝડપી વિકાસ દર યથાવત રહેવાની સંભાવના છે.
વિશ્ર્વ બજારમાં પોતાના તાજા રિપોર્ટમાં કહ્યુ કે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. તેમણે ફ્રાન્સને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. હવે ફ્રાન્સ સાતમી મોટી અર્થવ્યવસ્થા છે. આ યાદીમાં અમેરિકા ટોચ પર છે. ત્યારબાદ ચીન, જાપાન, જર્મની અને બ્રિટનનું સ્થાન આવે છે. ભારતીય અર્થવ્યવસ્થાના ૨૦૧૭માં પ્રદર્શનના આધારે તેને છઠ્ઠં સ્થાન મળ્યું છે. ભારતનો જીડીપી ૨૦૧૭ના અંતમાં ૨.૫૯ ટ્રિલિયન ડોલર રહ્યો હતો જ્યારે ફ્રાન્સનો જીડીપી ૨.૫૮ ટ્રિલિયન ડોલર હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY