જેતપુર,તા.૨૨
જેતપુરમાં થયેલી એક સભા દરમ્યાન થયેલા કેસમાં પાસ કન્વીનરોને મળેલા જામીન કોર્ટે રદ્દ કરી દીધાં છે અને ૨૬ કન્વીનરોને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનરો પર દેવકી ગાલોડ ગામે થયેલી સભાના મામલે કેસ થયો હતો. જેમાં તેમને અગાઉ જામીન પણ મળ્યાં હતાં જેને જેતપુર સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.
રાજકોટની જેતપુરના દેવકી ગાલોડ ગામમાં સભા મામલે જે કેસ થયો હતો. આ કેસમાં સંડોવાયેલા ૨૬ પાસ કન્વીનરના કોર્ટે જામીન રદ્દ કર્યા છે. જેમાં લલિત વસોયા, દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને દિલીપ સાબવા સહિત ૨૬ પાસ આગેવાનોના કોર્ટે જામીન રદ્દ કર્યા છે.
આ તમામ આરોપીને જેલમાં મોકલી દેવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. મહત્વનું છે કે જેતપુરના દેવકી ગાલોડ ગામમાં સભા મામલે કેસ થયો હતો. જેમાં આ તમામને આરોપી બનાવવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




